Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીને લઈ હડતાળ પર જતા આરોગ્ય સેવા પર અસર

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : તલાટી બાદ હવે જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી અને આરોગ્ય શાખામાં PHC સેન્ટરો ખાતે ફરજ બનાવતા મલ્ટી પર્પઝ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરતા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર અસર પહોંચી છે.
સરકારને રજુઆત કરતા આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા મથકો પર આવેદન પત્ર આપી ને રજુઆત છે કે વારંવાર ની રજુઆત છતાં અમારા પ્રા.આ.કેન્દ્ર કક્ષા તાલુકા હેલ્થ કચેરી જિલ્લાના આરોગ્ય શાખા કક્ષાના મ.પ.હે.વર્કર ફિમેલ હેલ્થ વર્કર.મ.પ.હે.સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. ટી. એચ.એસ, ટી.એચ.વી તથા જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઇઓ બહેનો જેવા આરોગ્યના ફિલ્ડના તમામ કર્મચારીઓ વધુમાં આ સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર નો આદેશ સાથે 8 ઓગષ્ટ 22 થી અચોક્કસ મુદાતની હડતાળ પર ગયા છે.
કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારા પડતર પ્રશ્નોનું સરકારમાં નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાર રાજ્ય વ્યાપી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ,ગાંધીનગર ના આદેશ અન્વયે નર્મદા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર અસર પહોચી છે. સરકાર વહેલીતકે આ કર્મચારીઓની માંગ સ્વીકારી લે એવી માંગ ઉઠી છે.

(11:39 pm IST)