Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કેવડિયા ગામનું એકતાનગર નામકારણ કર્યાના વિરોધમાં ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરશે : ગ્રામસભામાં કર્યો ઠરાવ

રાજ્યપાલ સહીત ભારતીય સર્વેક્ષણ વિભાગ, હોમ સેક્રેટરી ઓફ ઇન્ડિયા, ને ઠરાવો કરી વિરોધ દર્શાવ્યો : કહયું આ નામકરણ બિલકુલ ગેરબંધારણીય

(ભરત શાહ દ્વારા) : રાજપીપળા : નર્મદા જિલ્લા સહીત રાજ્યમાં પેસા એક્ટ લાગુ છે બંધારણીય એનુંસૂચિ 5 મુજબ ગ્રામપંચાયતો ને વિશેષ દરજ્જો મળેલો છે અને લોકતાંત્રિક દેશ હોવાથી ગ્રામપંચાયતની મંજૂરી વગર કોઈ પણ કાર્ય કે નિયમ લાગુ ના પાડી શકાય એ માટે આવી રજૂઆતો ગ્રામસભા માં ઉઠતા કેવડિયાનાં ગ્રામજનોએ ફરી એક વાર એકતા નગર ના નામકરણ નો વિરોધ ઉઠાવ્યો છે, ગ્રામજનો એ સામુહિક રીતે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી નો બહિષ્કાર કરશે જો આમ થશે તો ગામના 500 જેટલા મતો નો ચૂંટણીમાં બહિષ્કાર કરાશે
આ બાબતે ગ્રામજનો નું કહેવું છે કે સરકારે ગ્રામપંચાયત કે ગ્રામાજોને કોઈપણ જાતનાં વિશ્વાસ માં લીધા વગર વર્ષોથી સરકારના રેકર્ડ પર ચાલતા કેવડિયા ગામને એકદમ બદલી એકતા નગર કરી દીધું જે ગેર બંધારણીય છે અહીં શિડ્યુલ 5 એરીયા અને પેસા એક્ટ ના નિયમો લાગુ પડે છે જેથી નગરનિયોજનનો કાયદો સીધી રીતે લાગુ થઈ શકે નહીં, વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી માટે અમે ચૂંટણી બહિષ્કાર કરવા મજબૂર છે. જો એ રદ નહિ કરવામાં આવે તો હજુ આંદોલન ચાલુ રહેશે ની સરકાર ને ચીમકી પણ આપી છે.

(11:39 pm IST)