Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ : છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયું

આરોપીઓ હાઇપ્રોફાઇલ લેડીઝ બતાવી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા

અમદાવાદ તા.09 : અમદાવાદમાં ચાલતા આંતરરાજ્ય સેકટ રેકેટનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી મુંબઇથી બોલાવેલી ચાર કોલગર્લ્સ સાથે એક દલાલ અને ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો હતો. દલાલ મોબાઇલમાં યુવતીઓના ફોટા બતાવી ગ્રાહક સાથે ભાવ નક્કી કરી ગ્રાહક જે યુવતીને પસંદ કરે તેને દસજ મિનિટમાં બોલાવી આપતો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પાડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે કામલીલાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા.બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.જાહેરાતના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવતા અને તેના પર લોકો કોલ કરતા હતા. જેમાં યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી હતી. છોકરીઓ સાથે મુલાકાત કરી શારીરિક સંબંધ બાંધવાનું જણાવી લાલચ આપી રૂપિયા પડાવતા હતા.

(9:34 pm IST)