Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

“રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા” ! : ફિલ્મી ડાયલોગ સાથે પોલીસને પડકાર ફેકવું બુટલેગરને ભારે પડ્યું

દારૂ બિયરની બોટલો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર બુટલેગર રિયલ પોલીસના હાથે ચડ્યો : આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ

અમદાવાદ તા.09 : "રૂલ બનાના સરકાર કા કામ હે તોડના હમારા" આ ફિલ્મી ડાયલોગની રીલ અને એ પણ દારૂ બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે રિવરફ્રન્ટ, જમાલપુરમાં  દારૂની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર હવે રિયલ પોલીસના હાથે આવી ગયો છે. જમાલપુરમાં વિસ્તાર માં રહેતા આ બુટલેગરની ક્રાઇમ કુંડળી પણ સામે આવી છે.

દારૂની બોટલો સાથે ફિલ્મી ડાયલોગની રીલ બનાવનાર હવે રિયલ પોલીસના હાથે આવી ગયો છે.ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા આરોપી મહોમ્મદ ઝૈદ ઉર્ફે ઝૈદુ જે જમાલપુર ના મચ્છીપીર ની દરગાહ પાસે રહે છે. આઆરોપી ની ઉંમર માત્ર 20 વર્ષ છે.પરંતુ નાની ઉંમર માં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસ ને પડકાર ફેંકવાની ભૂલ તેણે કરી હતી.જોકે આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસ માં લાગી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાન ખાતે થી આરોપીને ઝડપી પાડી સરકારના નિયમો શીખવાડી ન કરવાના કામ કરવાની માનસિકતા પોલીસે તોડી નાખી.

આરોપીના ગુનાહિત ઇતિહાસ ની જો વાત કરીએ તો આરોપી સામે બે વર્ષ પહેલાં ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો થયો હતો અને ઇસનપુર વિસ્તારમાં ગાડીઓ સળગાવી તોફાન મચાવવાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020 માં ઝડપાયો હતો.જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી ના કેસ માં આરોપી નાસતો ફરતો હતો.જે ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપી ની પૂછપરછ કરતાં પોતે જમાલપુર વિસ્તાર માં રહેતા તેના મિત્રો સાથે ચાલુ ગાડી માં દારૂ પી ને વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી છે..અને પોતે જમાલપુર વિસ્તાર માંથી જ મિત્રો સાથે ગાડીમાં નીકળ્યો હોવાની કબૂલાત કરી છે.

આરોપી રમકડાંના વેપારીના ત્યાં કામ કરતો હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યો છે. પણ તે અગાઉ દારૂ વેચી બુટલેગરનું કામ પણ કરતો હતો..તો આ વાયરલ થયેલા વીડિયો મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પરતી દાણીલીમડા ગુનામાં વોન્ટેડ હોવાથી આરોપી ઝૈદને સોંપવાની કામગીરી કરી રહ્યા.

 

(9:33 pm IST)