Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદમાં મહોર્રમની ઉત્સહપૂર્વક ઉજવણી :તાજીયા જુલૂસનું જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું

કોમી એકતાના પ્રતીક તાજીયા જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું

અમદાવાદ : આજે દેશભરમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ ખાતે પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક તાજીયા જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના અન્ય ટ્રસ્ટીઓ સાથે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને સેકટર ૧ – આર વી અસારી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના એડિશનલ કમિશનર પ્રેમવીર સિંહ તથા ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા અને હિંમતસિંહ પટેલની સાથે સાથે અમદાવાદ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ ની સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બક્ષી એ હાજરી આપી હતી.

આજે મુસ્લિમ ધર્મના દોહિત્ર ઇમામ હુસેનની શહાદતનો દિવસ અને અમદાવાદ શહેરમાં પણ આ દિવસ એટલે કે મોહરમની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અમદાવાદ શહેરમાં મુસ્લિમ ધર્મના લોકો વિવિધ તાજીયા અને જુલૂસ નિકાળયા હતા. આ સમગ્ર તાજીયા અને જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા.જેમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

મોહરમનાં તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશન દ્વારા વિશાળ ડોમ પણ સીદી સૈયદની જાળી પાસે તૈયાર કરવામાં આવ્યો હતી કે જ્યાં મહંત દિલીપ દાસજી મહારાજ અને અન્ય આગેવાનો એ તાજીયાનું સ્વાગત કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કોરોના કારણે આખરે 2 વર્ષ પછી તાજિયા જૂલુસમાં નીકળ્યું છે. જેમાં આ વખતે 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા, છૈય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 24 ટ્રક અને 10 મિની ટ્રક ઉપરાંત ઊંટ ગાડી સામેલ થયા હતા.

   
(9:04 pm IST)