Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મહેસાણા નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનાં AAA એવિએશન કંપનીનાં પ્લેન સહિત સામાનની કરાશે હરાજી !

AAA એવિએશન કંપનીનો 7 કરોડ ઉપરનો વેરો બાકી હોવાથી નગરપાલિકા કંપનીના પ્લેન સહિત સામાનની આગામી સમયમાં હરાજી કરશે

મહેસાણા તા.09 : મહેસાણા હવાઈ મથક ભાડે રાખનારી એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.) કંપનીનો રૂ.7 કરોડનો વેરો બાકી હોવાથી મહેસાણા નગરપાલિકાએ કંપનીના સહિત સામાનની હરાજી કરવાનું નક્કી કર્યું છે. આગામી ટૂંક સમયમાં AAA એવિએશન કંપનીના 4 પ્લેન સહિત માલ સામાનની હરાજી હાથ ધરાશે

અમદાવાદ એવિએશન એન્ડ એરોનેટિક લી એટલે કે AAA એવિએશન દ્વારા મહેસાણા નગરપાલિકા હસ્તકના હવાઈ મથકનો ભાડા કરાર સાથે આકારણી વર્ષ 2008થી વિધાર્થીઓને પ્લેનની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

પરંતુ સમયાંતરે આ કંપની દ્વારા મહેસાણા નગરપાલિકાને ભરવાનો થતો વેરો નહિ ભરી શકતા વેરો વધતો ગયો હતો. જેથી જેતે સમયે મહેસાણા નગરપાલિકાએ આ AAA એવિએશન કંપનીના 4 પ્લેન, એક હેંગર, 1 ગાડી સહિત ઓફિસ સાથે સામાનને શીલ કરી દીધી હતી.

ત્યારથી આ કંપની નગરપાલિકાને વેરો ભરવાનું ચુકી રહી છે. અગાઉ 28/11/2018માં નગરપાલિકા દ્વારા આ કંપનીને શીલ કર્યા બાદ હરાજી કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ આ મિલકતના મલિક કે ખરીદનાર કોઈ ના મળતા આ હરાજી કેન્સલ કરવાનો વારો આવ્યો હતો.

હાલની તારીખમાં આ AAA એવિએશન કંપનીનો બાકી વેરાની જો વાત કરીએ તો 7,68,55,508 રુપિયાનો વેરો બાકી નીકળે છે, જેથી પાલિકા તંત્ર ફરી હરકતમાં આવી ફરીથી હરાજી કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે આગામી ટૂંક સમયમાં AAA એવિએશન કંપનીના 4 પ્લેન સહિત માલ સામાનની હરાજી હાથ ધરાશે.
(02)

(8:05 pm IST)