Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદના વટવા જીઆઇડીસીમાં ૧૩ વર્ષીય કિશોરી પર પડોશમાં રહેતા ર૩ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યુ

પરીવારજનોને જાણ થતા ફરીયાદ નોંધાવવા પોલીસે પોકસોની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને જેલ હવાલે કર્યો

અમદાવાદ, તા., ૯: અમદાવાદના વટવા જીઆઇડીસીમા કિશોરી બાથરૂમ જવા માટે ઘરની બહાર જતા પડોશમાં રહેતા ર૩ વર્ષીય યુવાને ૧૩ વર્ષની કિશોરીને ઘર બોલાવી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ છે. કિશોરીના પરીવારજનોને જાણ થતા ફરીયાદ કરતા પોલીસે પોકસોની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને જેલ હવાલે કર્યો છે.

વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીની પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

કિશોરી પર આરોપીએ બળજબરી કરી દુષ્કૃત્ય આચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમા આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. તેવામાં પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

(5:41 pm IST)