Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

૧૬.૫૦ કરોડની ઠગાઇ, વધુ વ્યાજના નામે છેતરપીંડી, વોન્ટેડ મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાત સહિત દેશભરના હજારો લોકો ભોગ બન્યા છે તેવી ચકચારી પ્રકરણના આરોપી સુરત સીપી અજય કુમાર તોમર,એડી સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપ સિહ નકૂમની રાહબરી હેઠળ એસ. ઓ.જી . પીઆઇ આર.એસ. સુવેરા ટીમને વધુ એક સફળતા : સીઆઈડી ક્રાઇમ હસ્તક તપાસ, બે વર્ષથી ફરારી આરોપી વિજયભાઈ લલુભાઈ પટેલ મૂળ ભાવનગર પંથકનો છે, ભાવનગર પંથકના અન્ય આરોપીનું નામ પણ ખુલ્યુંઃ પોન્ઝી સ્કીમના નામે પ્રચલિત આ સ્કીમમાં લોકો કેવી રીતે ફસાયા? આરોપીને ઝડપવા ઍસ.ઑ.જી. સ્ટાફ દ્વારા બિછાવેલી ઝાળ સહિતની રસપ્રદ વિગતો ઍસ. અો.જી પીઆઇ આર.ઍસ સુવેરા વર્ણવે છે

રાજકોટ, તા.૯ઃ  પોંઝી સ્કીમમાં ૧૬.૫૦ કરોડથી વધુ રકમનું રોકાણ કરી હજારો લોકો સાથે  ઠગાઇ કરવાના આરોપસર સીઆઈડી ક્રાઇમ દ્વારા ચાલતી તપાસમાં બે વર્ષ થી વોન્ટેડ મુખ્ય ભેજાબાજ એવા શખ્સને ઝડપાયો કે નહિ તેવો દરેક બેઠક વખતે પ્રશ્ન કરી સુરત પોલીસને સતત એલર્ટ કરનાર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના સવાલનો જવાબ આખરે સુરત એસ. ઓ.જી પીઆઇ આર.એસ. સુવેરાં ટીમ દ્વારા આપવામાં સફળતા મળતા સીપી ,એડી.સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપ સિહ નકુમ ટીમ હર્ષથી ઝૂમી ઉઠી છે,                           

 'અકિલા' સાથેની વાતચીતમાં આવી અનેક પડકારજનક કામગીરી સમયે નાનામાં નાના સ્ટાફની મદદથી સફળતા મેળવનાર પીઆઇ આર.એસ. સુવેરાં જણાવે છે કે પીએસઆઈ વી. સી.જાડેજા સાથે ચર્ચા કરી લોકોના પરસેવાની કમાણીના નાણા ડૂબ્યા છે તેવા પ્રકરણો હાથ પર લઇ સીઆઈડી અને વિવિધ પોલીસ મથકો પાસેથી માહિતી એકઠી કર્યા બાદ અલગ અલગ ટીમો રચી હતી. આ ગુન્હામાં હાલમાં બેંક સહિત વિવિધ સ્કિમમાં વ્યાજના દર નીચા હોય મોટા વ્યાજ દરની લાલચ આપી કરોડો ખંખેરનાર મુખ્ય આરોપી અંગે નાનામાં નાની વિગતો એકથી કરી તેના મૂળ વતન ભાવનગર સુધી ખાનગીમાં ટીમ મોકલી માહિતી એકઠી કરી હતી .

દરમિયાંન અમારી વિવિધ ટીમ પૈકી અશોકભાઈ લુણી તથા દામજીભાઈ ધનજીભાઇ બન્ને હેડ કોન્સ્ટેબલ દ્વારા હાલ સુરત મૂળ ભાવનગર પંથકના મૂળ સૂત્રધાર વિજયભાઈ લલુંભાઇ પટેલને ઝડપી લેવામાં આવ્યા છે. પીઆઇ આર.એસ. સુવરાં દ્વારા આરોપી દ્વારા પોતાની શોધ ખોળ ચાલતી હોય દિલ્હી,કલકત્તા સહિત વિવિધ રાજ્યોમાં ફરતો હતો.આરોપીની વિશેષ તપાસમાં ભાવનગરના પોતાના અન્ય સાથી સાથે મળી દેશના વિવિધ લોકોને આ સ્કીમ દ્વારા ઠગ્યા હોવાની કબૂલાત આપી હોવાનું જણાવેલ.

(3:44 pm IST)