Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ટોરેન્‍ટ પાવરના બોર્ડમાં વરૂણ મહેતાની ડિરેકટર તરીકે નિમણૂકઃ અભિનંદન વર્ષા

ગ્રુપના સ્‍થાપનાના ૫૦ વર્ષની ઉજવણીઃ ફાર્મા, પાવર અને ગેસ સેકટર મજબૂત દિશામાં આગળ ધપી રહ્યું છે

રાજકોટઃ ટોરેન્‍ટ પાવરના બોર્ડમાં વરુણ મહેતાની ડિરેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓએ યુકેની વોર્વિક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્‍ટમાં બી.એસસી.(ઓનર્સ) ની ડીગ્રી મેળવી છે. તેમણે ફ્રાન્‍સના ઇનસીડ ખાતેથી એમબીએની ડિગ્રી મેળવી છે. ટોરેન્‍ટ પાવરમાં તેમણે રિન્‍યૂએબલ્‍સ, થર્મલ જનરેશન અને ડિસ્‍ટ્રિબ્‍યુશન જેવા વિવિધ બિઝનેશ સેગમેન્‍ટમાં કામગીરીં કરી છે.

વરુણ મહેતાએ તેમની કારર્કિર્દીની શરૂઆત રિન્‍યૂએબલ્‍સની કરી હતી જેમાં તેમણે ગ્રુપની એન્‍ટ્રી સ્‍ટ્રેટજી ઘડવામાં મહત્‍વની ભુમિકા ભજવી હતી અને રિન્‍યૂએબલ એનર્જી ક્ષેત્રે આરંભિક પ્રોજેકટ્‍સ સ્‍થાપ્‍યા હતા.

 હાલમાં વરુણ મહેતા ટોરેન્‍ટ પાવરમાં એકિઝકયુટિવ ડિરેકટર તરીકે કાર્યરત છે. અને ડિસ્‍ટ્રિબ્‍યુશન ડિરેકટર તરીકે કાર્યરત છે અને ડિસ્‍ટ્રિબ્‍યુશન લાઇસન્‍સ (અમદાવાદ, ગાંધીનગર, સુરત, દીવ, દમણ, દાદરા, નગર હવેલી, દહેજ અને ધોલેરા), ટ્રાન્‍સમિશન અને કેબલ બિઝનેશ વડા તરીકે કાર્યરત છે.

ઓપરેશનલ એકસેલન્‍સના ક્ષેત્રે વરુણના પ્રયાસને કારણે ટોરેન્‍ટ પાવરને બ્રિટિશ સેફટી કાઉન્‍સિલ તરફથી ૨૦૨૧માં પ્રતિષ્‍ઠિત સ્‍વોર્ડ ઓફ ઓનર એન્‍ડ ગ્‍લોબ ઓફ ઓનરથી સન્‍માનિત કરવામાં આવી હતી. વિશ્વમાં પાંચ જ કંપનીઓને આ સન્‍માન એક સાથે મળ્‍યા છે.

ટોરેન્‍ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ કહ્યુ હતું કે ટોરેન્‍ટ ગ્રુપ તેની વિકાસની યાત્રાના ખૂબ જ મહત્‍વના પડાવ પર પહોચ્‍યું છે, ગ્રુપ તેની સ્‍થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. અમે ફાર્મા, પાવર અને ગેસ સેકટરમાં અમારી સ્‍થિતિ વધારે મજબૂત કરવાની દિશામાં આગળ ધપી રહ્યા છીએ. આ સેકટર ઉપરાંત પણ વધુ ડાઇવર્સિફિકેશનની યોજના છે. વરુણ મહેતાની ટોરેન્‍ટ પાવરના ડિરેકટર તરીકે અને અમન મહેતાની ટોરેન્‍ટ ફાર્માના ડિરેકટર તરીકે નિમણૂક સાથે અમે વધુ ગ્રોથની દિશામાં આગળ ધપી રહ્યા છીએ.

(3:41 pm IST)