Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ચિરિપાલ અગ્નિકાંડ : બંને પક્ષે સુનાવણી પૂર્ણ કરાઈ

ચુકાદો બુધવાર સુધી અનામત રખાયો : મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા વળતર ચુકવ્યું છે તેથી જામીન આપવા જોઇએ તેવી રજૂઆત

અમદાવાદ, તા. ૯ : ચિરિપાલ અગ્નિકાંડમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. ત્યારે મૃતક પરિવારજનોએ આરોપીઓને જામીન આપવામાં આવે તો વાંધો નથી તેવી અરજી કરી છે. બીજી તરફ આરોપીઓ વતી એવી રજૂઆત કરવામાં આવી છે કે, મૃતક પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા વળતર ચુકવી આપ્યું છે તેથી જામીન આપવા જોઇએ. જ્યારે આરોપીઓની જામીન અરજી સામે સરકારે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓની બેદરકારીના કારણે ૭ નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો બુધવાર પર અનામત રાખ્યો છે.

નારોલ ખાતે ચિરિપાલ ગ્રૂપની નંદન ડેનિમ એક્ઝિમમાં લાગેલી આગામાં સાત લોકોના મોત થયા છે ત્યારે આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી કંપનીના  હોલટાઇમ ડિરેક્ટર પી.કે. શર્મા, જનરલ મેનેજર ડી.સી. પટેલ અને ફાયરસેફટી મેનેજર રવિકાંત સિન્હાની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યાંથી ત્રણે આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં તેમના એડવોકેટ એચ.વી.રાજુએ એવી દલીલ કરી હતી કે, ફાયર સેફ્ટી માટે ૧૪ વ્યક્તિઓની ટીમ હતી તેમણે તમામ કાળજી રાખતા હતા, આલ લાગ્યા બાદ કંપનીના જ ફાયર ફાયટર દ્વારા આગ ભૂજાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તે અંગેના ફોટોગ્રાફ-સીસીટીવી ફૂટેજ છે, કંપની પાસે સેફ્ટી અને હેલ્થનું લાઇસન્સ હતું જે રિન્યુ કરવા કંપનીએ કાર્યવાહી પણ કરી છે, કંપની પાસે ફાયર સેફ્ટીના પુરતા સાધનો છે, આગ આકસ્મીક રીતે લાગી છે ત્યારે આઇપીસી ૩૦૪ મુજબ ગુનો બને નહીં પરંતુ ૩૦૪(એ) મુજબ ગુનો બને છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન આપવા જોઇએ. બીજી તરફ ભોગબનનાર તરફે પૈસા મળી ગયા હોવાથી જામીન આપવામાં આવે તો વાંધો નથી તેવી અરજી કરવામાં આવી હતી. જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આટલી ફાયર સેફ્ટી હતી તો આટલી મોટી આગ કેવી રીતે લાગી? આગ વિશાળ હતી અને ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ ભૂજાવી હતી. આગ આરોપીઓની બેદરકારીને કારણે જ લાગી હતી. જેમાં ૭ નિર્દોષ લોકોના મોત થયા છે., આ મામલે તપાસ જારી છે, આરોપીઓ જેલમાં છે છતા ભોગબનનારના પરિવારજનોને પૈસા ચુકવી ફોડી રહ્યાં છે ત્યારે આવા આરોપીઓને જામીન આપવામાં આવે તો જેલની બહાર આવી પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે, ગુનાવાળી જગ્યાનું પંચનામુ જોતા ૩ ફૂટની એક સીડી આવવા અને જવા માટે હતી તે સિવાય કોઇ વેન્ટીલેશન કે બહાર આવવાનો રસ્તો ન હતો, આગ ભૂજાવતા જે ફોટા રજૂ કર્યા તે નીચેના છે અને આગ પહેલાં માળે લાગી હતી. ત્યારે આવા આરોપીઓને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

ડીએનએ રિપોર્ટ પડતર, મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં

નવ દિવસ બાદ પણ રિપોર્ટ પેન્ડિંગ

નવીદિલ્હી, તા. ૧૯ : સાતેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃતદેહ એટલી હદે બળી ગયા હતા કે કોઇની પણ ઓળખ થઇ શકે તેમ ન હતી. જેથી પોલીસે મૃતદેહની ઓળખ માટે પરિવારના ડીએનએ સેમ્પલ લઇ લીધા છે.  સેમ્પલ લીધાને નવ દિવસ જેટલો સમય થઇ ગયો છે જોકે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. ત્યારે ડ્ઢદ્ગછ મેચ થવા અંગેના હ્લજીન્ રિપોર્ટ બાદ જે તે મૃતકના સગાને મૃતદહે સોંપાશે. જેથી હજુ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં છે.

(9:58 pm IST)
  • ભારત એક દિવસમાં વિક્રમસર્જક 7 લાખ કોવિડ -19 પરીક્ષણો થયા : છેલ્લા 24 કલાકમાં દર મિનિટે લગભગ 500 કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા હતા access_time 11:30 pm IST

  • દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં 65,156 કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંકડો 21,52,020 થયો :એક્ટિવ કેસ 6,28,303 થયા : વધુ 52,135 દર્દીઓ સાજા થતા કુલ 14,79,804 દર્દીઓ રિકવર થયા : વધુ 875 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 43,453 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 12,822 કેસ પોઝીટીવ નોંધાયા : આંધ્રપ્રદેશમાં પણ 10,080 કેસ વધ્યા access_time 12:32 am IST

  • રાજસ્થાનના જોધપુરમાં ૧૧ શરણાર્થી પાકિસ્તાનનીઓના મોત : ટયુબવેલ પર સુતા હતા : પોલીસે હત્યાની શંકા વ્યકત કરી : તમામ ખેતીકામ કરતા હતા : એફ.એસ.એલ.ની ટીમે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરાઇ access_time 1:33 pm IST