Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અમદાવાદમાંથી લાખોના નકલી માસ્ક ઝડપાઇ ગયા

નકલી ઇન્જેક્શન બાદ હવે માસ્કનો જથ્થો ઝડપાયો : કુલ ૧૭૮૦ નંગ માસ્ક કબજે કરાયા છે જેની કિંમત ૮૯૦૦૦૦ છે : ચાર આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા. ૯ : કોરોના વાઈરસનાં વધતા જતા ચેપ વચ્ચે બજારમાં સેનેટાઇઝર અને માસ્કનાં વેચાણમાં અનેક ગણો વધારો થયો છે. અમદાવાદમાં નકલી ઇન્જેક્શન બાદ હવે લાખો રૂપિયાના નકલી માસ્ક ઝડપાયા હતા.

 હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો મોત અને જીંદગી વચ્ચે જજુમી રહ્યાં છે, ત્યારે લોકોના ડરને કેટલાક લોકોએ વેપાર બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ કોરોના વાઈરસની સારવાર માટે વપરાતા નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. વાઈરસથી બચવા લોકો જે માસ્ક પહેરે છે, તેનો નકલી માસ્કનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. પીસીબીને જાણકારી મળી હતી કે, સોનીની ચાલી પાસે આવેલા સુમેળ બિઝનેસ પાર્કમાં ૩એમ ૮૨૧૦ કંપનીના એન-૯૫ના નકલી માસ્ક વેચતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે કંપનીના માણસો સાથે રેડ કરી હતી.

         જેના આધારે ૩૦૯ નંબરની દુકાનમાંથી કંપનીના નકલી માસ્ક કબ્જે કર્યા હતાં.કુલ ૧૭૮૦ નંગ માસ્ક જેની કિંમત ૮,૯૦,૦૦૦ છે, તે કબ્જે કરીને ૪ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં કિરણ નાનજીભાઈ જેઠવા,કમલેશકુમાર ધનરાજભાઈ મહેતા, નિરજ સુરેશભાઈ ભાટિયા અને ઘનશ્યામ નાનકરામ નાગરાણીની ધરપકડ કરી છે, જયારે કમલેશ ગંગવાણીને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે. તમામ આરોપીઓ સામે વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટનો ગુનો નોધીને કાર્યવાહી શરૂ કરી હતી.

(9:57 pm IST)
  • દેશમાં કોરોના બેકાબુ : કુલ કેસનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 44 હજારથી વધ્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંક 22,05,892 થયો : વધુ 598 લોકોના મોત સાથે મૃત્યુઆંક 44,051 થયો : એક્ટિવ કેસ 6,39,096 થયા જયારે 15,22,281 દર્દીઓ રિકવર થયા access_time 9:18 pm IST

  • અમદાવાદ બાંગલા દેશ વચ્ચે દોડશે ગુડઝ ટ્રેન : વેસ્ટર્ન રેલ્વે ડીવીઝનની નવી પહેલ સામાનની હેરઠેર કરવામાં સરળતા રહેશે : વેપારીઓના માલની સલામતી વધશે access_time 1:37 pm IST

  • ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો : વાઇસ કેપ્ટન બેન સ્ટોક્સ પાકિસ્તાન સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં : તેની પાછળ પારિવારિક કારણ જણાવવામાં આવ્યું છે. access_time 11:29 pm IST