Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદથી પ્રભાવિત વિસ્‍તારોના અસરગ્રસ્‍તોને સહાય વિતરણ કરાયું

કલેક્‍ટર આર.આર.રાવલ અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે સંજાણ અને ભિલાડના પ્રભાવિત વિસ્‍તારો અને પીડિત પરિવારોની મુલાકાત લીધી : તેમને પડેલી મુશ્‍કેલીઓની જાતમાહિતી મેળવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્‍તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. વલસાડ કલેક્‍ટર આર .આર. રાવલ અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્‍તારો પૈકી સંજાણ અને ભિલાડના પ્રભાવિત વિસ્‍તારો અને પીડિત પરિવારોની મુલાકાત લઇ તેમને પડેલી મુશ્‍કેલીઓની જાતમાહિતી મેળવી હતી અને સ્‍થાનિક સેવાભાવી સંસ્‍થા જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્‍ડિયાના સહયોગથી ઘરવખરી સહાય તથા રાજ્‍ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાયનું વિતરણ કરાયું હતું.

(5:20 pm IST)