Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડમાં ઠગો પર પોલીસ આકરા પાણીએ : વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો : આરોપીઓ ગયા જેલવાસ

લોભામણી સ્કીમોને લઈને મઘ્યમ વર્ગના લોકો અનેકવાર છેતરાયા: મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખવાના બહાને ઠગભગતોએ વલસાડના 23 થી વધુ લોકો સાથે કરી છે 3.44 કરોડની ઠગાઈ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખે છે. હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો હતો.   ઠગાઈ કરવામાં ઝેબ મુબારક અબ્દુલ સાથીયા, પતિ મુબારક અબ્દુલ સાથીયા, પિતા મુસ્તાકમામુદ નવલા, ભાઈ તોસીફ મુસ્તાક નવલા, મુબારક અબ્દુલ લતીફ સાથિયા, અમીન અબ્દુલરહીમ મનીઆર, ઉસ્માન આસિફ નવલા અને આસિફ માહમૂદ નવલા એક બીજાની મદદગારીથી વલસાડના 23થી વધારે લોકો પાસેથી 3.44કરોડ રૂપિયા રોકાણ કરવાંના નામે લીધા હતા. તા. 30-11-2017 પછી ઝેબા તેનો પતિ મુબારક તથા પિતા મુસ્તાકભાઈ તથા ભાઈ તોસીફ જોવા મળ્યા નથી. તેઓ ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાની વાતો જાણવા મળી રહી છે. લોકોને લોભામણીવાળી સ્કીમો બતાવી લોકોના રૂપિયા પરત ન આપતા સાદ્દીક મહમદ ઈસબે વલસાડ સીટી પોલીસ મથકે ઝેબા સાથિયા અને તેના સાગરીતોએ લોકોને લોભામણી સ્કીમો બતાવી વિશ્વાસમાં લઈને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

જે બાબતમાં આજરોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ગ્રીન પાર્ક જીનાત નગર  ખાતે રહેતા ઉસ્માન ગની ધરપકડ કરી હતી.

વલસાડ સિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(1:57 pm IST)