Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

નર્મદા જિલ્લાની એક માત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંમાં સુવિધા બાબતે ઉઠ્યા અનેક સવાલ

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ સ્થાનિક નેતાઓ અને સરકારી પ્રસાસન પર કર્યા આકરા પ્રહાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ફક્ત એક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે. રાત્રીના સમયે એક જ ડૉક્ટર, એક પટાવાળો એક નર્સ અહીંયા સેવા આપી રહ્યા છે આ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી અને દરેક પ્રકારની તકલીફ વાળા દર્દી અહીંયા આવતા હોય છે દર્દીને મામુલી બીમારી હોય તેવા દર્દીઓ ને પણ અહીંયાંથી બરોડા દાખલ કરવા પડે છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે દરરોજ કેટલાક લોકોના મૃત્યુ થાય છે અહીંના ડોક્ટર એ પણ વારંવાર રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી અહીંયા જરૂરી કોઈ સુવિધા મળી નથી સ્થાનિક નેતાઓ એ કોઈપણ પાર્ટી ના હોય ભાજપ કોંગ્રેસ કે બીટીએસ નેતાઓ મોટા મોટા હોદ્દા લઈને શું કરી રહ્યા છે..?? કોઈ પેશન્ટ એટેક વાળો છે તો કોઈને લોહીની ઊલટી થાય છે,કોઈક એક્સિડન્ટ વાળા કેસ આવે છે, ડીલેવરી વાળા કેસ છે,સાપ કરડેલા દર્દીઓ પણ છે એવા અનેક જાતના પેશન્ટો અહિંયા દરરોજ આવે છે તેવા સંજોગો માં નાઇટમાં એક જ ડોક્ટર હોવાના કારણે પૂરતી સુવિધાના ન મળવા ના કારણે દર્દીને બરોડા રીફર કરવામાં આવે છે અને કેટલાક દર્દીઓ પુરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પણ પામે છે.માટે સ્થાનિક નેતાઓ આરોગ્ય બાબતની આ સેવા માટે જરૂરી પગલાં લે તેવી સરપંચ પરિષદ ના પ્રમુખ અને ભાજપ ના યુવા આગેવાન નિરંજન વસાવા એ માંગ કરી છે.ભાજપ ની સત્તા માં ભાજપ ના જ યુવા સરપંચ અને આગેવાન નિરંજનભાઈ સ્થાનિક નેતાઓ આ બાબતે કઈ કરતા નથી તેવા આક્ષેપ સાથે રાજપીપળા સિવિલ માં સુવિધા વધારવા માંગ કરી રહ્યા છે.

(12:12 pm IST)