Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ડુંગરા પોલીસે ચોરખાના બનાવેલ ટાટા એસને પકડ્યો :બુટલેગરોની ચતુરાઈ સામે પોલીસ ચાણક્ય

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહે ઝાલાના માર્ગદર્શનથી પીએસઆઈ જયદીપસિંહ ચાવડાની ટીમના ઋતુરાજ સિંહ ઝાલાએ બુટલેગરો ને દબોચી લીધા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહે ઝાલાના માર્ગદર્શનથી પીએસઆઈ જયદીપસિંહ ચાવડાની ટીમના ઋતુરાજ સિંહ ઝાલાએ બુટલેગરો ને દબોચી લીધા હતા ડુંગરા પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી દારૂ ભરી એક ટેમ્પો કરવડ તરફ આવી રહ્યો છે. જેથી વોચ ગોઠવતા ટાટા એસ નંબર જી.જે 15-xx 9623ને કરવડ તંબાડી ફાટક ત્રણ રસ્તા પાસે અટકાવી તપાસ કરતા તેમાં પાછળ બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

  પોલીસે કિંમત રૂપિયા 27,300 ના દારૂ સાથે આરોપી ચાલક રાહુલ જગન પટેલ રહે.મોટી તંબાડીને પકડી પાડી માલ ભરી આપનાર  ધર્મેશ સોમા પટેલ રહેવાસી વાધછીપા સેલવાસને વોન્ટેડ જાહેર કર્યો હતો.ઋતુરાજ સિંહ ઝાલા વલસાડ જિલ્લા એલસીબીમાં , વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન , પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે જેમાં તેની ફરજ સામે બુટલેગરોને તેને હંફાવ્યા પણ છે અને હાલ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

(11:32 am IST)