Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

રાજ્ય ના ૨૩૪ તાલુકાઓ પર હેત વરસાવતા મેઘરાજા : વાલોડ 5.5 ઇંચ..આણંદ અને કપડવંજ 4.5 ઇંચ વરસાદ

મહેમદાબાદ,મહુધા અને બારડોલી 4 ઇંચ: ઉકાઈ ડેમ ની જળસપાટી માં સતત વધારો

વાપી : ચોમાસા ની આ સીઝન માં મેઘરાજા રાજ્ય ના મોટા ભાગ ના વિસ્તારો માં વારાફરથી હેત વરસાવતા જગત નો તાત ચિંતા માં થી  જાણે મુક્ત થઇ રહ્યો છે

   શ્રાવણ માસ ના ત્રીજા અઠવાડિયા માં રાજ્ય માં સીઝન નો કુલ સરેરાશ ૫૪ % થી વધુ વરસાદ નોંધાયો છે એટલુજ નહિ બંધો અને જળાશયો ની જળ સપાટીઓ માં પણ નવા નીર ને પગલે સતત વધારો થઇ રહ્યો છે  
   ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર 24 કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો
   વાલોડ ૧૩૭ મીમી,આણંદ ૧૧૭ મીમી,કપડવંજ ૧૧૨ મીમી,મહેમદાવાદ અને મહુધા ૧૦૪-૧૦૪ મીમી,બારડોલી ૯૬ મીમી,ડોલવણ ૯૫ મીમી,માંગરોળ ૯૪ મીમી,વ્યારા ૯૩ મીમી,સોજીત્રા ૮૯ મીમી,સોનગઢ ૮૬ મીમી,માતર ૮૪ મીમી,કઠલાલ અને વાસો ૮૩- ૮૩ મીમી,મહુવા 82 મીમી,ખેડા ૭૯ મીમી ,માંડવી ૭૭ મીમી,તારાપુર ૭૬ મીમી ,નડીયાદ ૭૪ મીમી,પેટલાદ ૬૫ મીમી,અમદાવાદ સીટી ૬૪ મીમી,લીંબડી ૬૨ મીમી,ઉચ્ચલ ૬૧ મીમી વરસાદ નોંધાયો છે
  આ ઉપરાંત દહેગામ ૫૮ મીમી, છોટાઉદૈપુર ૫6 મીમી,કામરેજ ૫૫ મીમી,ચોર્યાસી અને પલસાણા ૫૪-૫૪ મીમી,ગાંધીનગર ૫3 મીમી,દશ્કોઈ ૫૧ મીમી,વઘઈ 50 મીમી,સુબીર 49 મીમી,જોટાણા ૪૮ મીમી,સાગબારા ૪૬ મીમી,ખેરગામ ૪5 મીમી,વલસાડ ૪૩ મીમી,બેચરાજી,થાનગઢ,માળીયા અને ધોળકા ૪૦-૪૦ મીમી,કલોલ અને આહવા ૩૬-૩૬ મીમી,નવસારી ૩૫ મીમી,ખામભલિયા,ધંધુકા,ડેડીયાપાડા ૩૪-૩૪ મીમી,વઢવાણ,જાંબુઘોડા ૩૩-૩૩ મીમી,બાવળા, બોરસદ,વાંસદા અને ધરમપુર ૩૨-૩૨ મીમી,લખતર અને તલાળા ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયો છે .
     જ્યારે પારડી ૨૯ મીમી,સાણંદ,સાવલી 28-28 મીમી,કલ્યાણપુર,બોડેલી અને સુરત સીટી ૨૭-૨૭ મીમી,હિંમતનગર,બાલાસિનોર,કુકરમુંડા અને જલાલપોર 26-26 મીમી,દાંતા,આંકલાવ અને ઉમરેઠ ૨૫-૨૫  મીમી,રાજુલા,ઠસરા અને ચીખલી 24-24 મીમી,કોડીનાર ૨૩ મીમી,બોટાદ,વાલિયા અને ઉમરપાડા ૨૨ મીમી,હાલોલ,ઓલપાડ અને ગણદેવી ૨૧-૨૧ મીમી વરસાદ નોંધાયો છે
   આ ઉપરાંત રાજ્ય ના ૧૪૭ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૧૯ મીમી સુધી નો હળવો  વરસાદ નોંધાયો છે આ લખી રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૯ કલાકે મેઘરાજા દક્ષીણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના કેટલાક વિસ્તારો માં ધીમી ધારે વરસી રહ્યા છે
   આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૨૯.૨૫ ફૂટે પોહોચી છે  ડેમ માં ૨૭,૧૯૨ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે ૧,૦૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(11:00 am IST)