Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

નોકરીને બહાને ૨૩ યુવકો સાથે ૭.૮૯ લાખની છેતરપિંડી કરી

રિલાયન્સ અને ઓએનજીસીમાં નોકરીની લાલચ : આયશા ખાતુને તમામ પાસે પહેલા ફોર્મ પેટે ૫૦૦ લીધા હતા અને ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ૪૦ ટકા રકમ લીધી

સુરત, તા. : શહેરના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં આવેલી હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીએ રિલાયન્સ અને ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવાને બહાને સુરત સહિત આજુબાજુના જિલ્લાના ૨૩ જેટલા નોકરી ઈચ્છુક યુવકો પાસેથી કુલ રૂપિયા .૮૯ લાખ પડાવી લીધા, ત્યારબાદ ઓફિસને તાળામારી રફુચક્કર થઈ ગયા. મામલે એક મહિલા સહિત બે લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આવેલ હિન્દુસ્તાન કોન્ટ્રાકટર ઍજન્સીના નામે ઓફિસ ધરાવતા આયશા ખાતુન દ્વારા રિલાયન્સ અને ઓઍનજીસી કંપનીમાં નોકરી અપાવાની જાહેરાત પેપરમાં આપી હતી, જેના આધારે સુરત સહિત આજુબાજુના જિલ્લાના અનેક નોકરી ઈચ્છુકોઍ તેમનો સંપર્ક કર્યો હતો.

          આયશા ખાતુને તમામ પાસે પહેલા ફોર્મ પેટે રૂપિયા ૫૦૦ લીધા હતા અને ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ૪૦ ટકા રકમ લીધી હતી. આયશા ખાતુને તમામને ૪થી ઓગસ્ટના રોજ નોકરીનો ઓફર લેટર લેવા માટે બોલાવ્યા હતા. જેથી ડિંડોલી નંદનવન ટાઉનશીપમાં રહેતા સંદીપ હિંતમ ઉદાણી સહિત ૨૩ જેટલા લોકો ઓફિસે પહોચ્યા હતા. પરંતુ ઓફિસને તાળુ જોઈ તપાસ કરતા તેમની સાથે ચીટીંગ થયું હોવાનુ બહાર આવ્યું હતુ. ભોગ બનેલા પૈકી સંદીપના ૪૦,૫૦૦ જયારે બાકીના લોકોના ,૪૮,૫૦૦ મળી કુલ રૂપિયા ,૮૯,૦૦૦ની ચીટીંગ થઈ હતી. સંદીપ સહિતના ભોગ બનેલા યુવકોઍ તપાસ કરતા આયસા ખાતુનનું સાચુ નામ પ્રિયંકા સન્યાસી છે અને તે ઉધનામાં સીલીકોન શોપર્સમાં આવેલ પરફેક્ટ નોકરી ડોટકોમના માલીક શ્રમણ બંસલને ત્યાં નોકરી કરે છે, અને શ્રવણ બંસલે પેપરમાં નોકરીની જાહેરાત આપી મજુરાગેટ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાકટ ઍજન્સીના નામે ડમી ઓફિસ શરુ કરી પ્રિયંકા સન્યાસીને આયશા ખાતુનના નામે બેસાડી હતી.

(7:55 pm IST)