Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

યુવાનોને રોજગારીનો હક્ક આપવા અભિયાન શરૂ કરાશે

કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે અભિયાન : કોરોનાની મહામારીમાં આર્થિક પરિસ્થિતિઓના કારણે આશરે ત્રણ કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી : કોંગ્રેસ

અમદાવાદ, તા. : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં બેરોજગારી દર .૪૪ ટકાએ પહોંચી ગયો છે જેમાં શહેરી બેરોજગારી દર વધી ૧૦.૮૫ ટકા પહોંચી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં .૩૨ ટકા છે. સમગ્ર દેશમાં ૩૩ ટકા સ્કીલ્ડ લેબર બેરોજગાર છે. શિક્ષીત બેરોજગાર યુવાનોની સંખ્યા પણ કરોડોમાં પહોંચી છે. ભાજપની સરકારમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં યુવાનોને રોજગાર આપવામાં સરકાર નિરસ અને નિષ્ફળ છે. આંકડા પ્રમાણે કેન્દ્ર સરકારમાં લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગાર આપતી રેલ્વેમાં પણ . લાખથી વધુ જગ્યાઓ ખાલી છે.

           સરકાર દ્વારા પૈસા બચાવી અને ઉદ્યોગપતિઓને મદદ કરવાની જે નીતિ છે, તેને સફળ બનાવવા સ્થાયી ભરતીઓને રોકી અથવા તો એડહોક ચલાવી યુવાનોનો શોષણ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. કેન્દ્રીય સરકારી વિભાગોમાં લગભગ ગ્રુપ- માં ૨૦,૦૦૦, ગ્રુપ-બી માં ૯૦,૦૦૦ અને ગ્રુપ-સી માં ,૦૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે. યુપીએસસી દ્વારા લેવામાં આવતી સીવીલ સર્વિસ, રેલ્વે, બેંકો જેવી સરકારી પદોની પરીક્ષાઓ પણ પદની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, ભરતીઓ ઓછી કરવામાં આવે છે અથવા કાયદાકીય દાવપેચોમાં ફસાવી દેવામાં આવે છે. ૧૬૦૦ કરોડની બચત કરવા માટે ૨૭,૦૦૦ ભારતીય સેનાના જવાનો ઘટાડવામાં આવી રહ્યા છે અને મીલેટ્રી એન્જીનીયરીંગ સર્વીસીસની ૯૩૦૦ જગ્યાને પણ કોરોનાના સમયમાં ખતમ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં ત્રણ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકારની કમજોર અને ખોટી આર્થિક નિતિઓને કારણે બેરોજગારીનો આકડો દસ કરોડ સુધી પહોચી શકે તેમ છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના મહત્ત્વના પ્રશ્નો માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી રોજગાર દોના નારાને બુલંદ કરશે. જેથી વધતી બેરોજગારી મુદ્દે બેખબર કેન્દ્ર સરકારને જગાડી શકાય.

(9:49 pm IST)