Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

સોનાની પેસ્ટ બનાવી ગુપ્તભાગમાં સંતાડીને શારજહાંથી યુવક લાવ્યો 602 ગ્રામ સોનુ :સુરત એરપોર્ટના સ્કૅનરમાં ભાંડો ફૂટ્યો

કસ્ટમ વિભાગે મહારાષ્ટ્રના યુવકની ૧૯.૩૫ લાખના સોના સાથે ધરપકડ કરી

સુરત એરપોર્ટ પરથી દાણચોરીનો નવતર કિસ્સો બહાર આવ્યો છે કસ્ટમ વિભાગે એક યુવકની ૧૯.૩૫ લાખના સોના સાથે ધરપકડ કરી તે પૈકી શારજાહથી ગુપ્ત ભાગે સોનાની પેસ્ટ સંતાડીને સુરત લાવી રહ્યો હતો.

  કસ્ટમ| વિભાગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવક પોતાના ગુપ્ત ભાગ માં 602 ગ્રામ સોનાની પેસ્ટ બનાવીને સંતાડી રાખી હતી. યુવકે બે કેસુલ બનાવી ને ગુપ્ત ભાગે સોનું છુપાવી રાખ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે જ્યારે યુવકને સ્કેનર મશીનમાં ભાંડો ફૂટ્યો હતો .

   સુરત એરપોર્ટના કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર નો એક યુવાન શારજાહ થી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો છે. જેની પાસે સોનું છે. જે બાદ મોડી રાત્રે ફ્લાઇટ આવતા વર્ણન આધારે કસ્ટમ વિભાગના અધિકારીએ મહારાષ્ટ્ર ના યુવકની ધિ કરી હતી. તપાસ કરતા યુવક ગુદા માર્ગ માં સોનું સંતાડીને લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. કસ્ટમ યુવકની ધરપકડ કરીને તે કોના માટે સોનુ લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(11:40 pm IST)