Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

આણંદના લાંભવેલ નજીક બાઈક લઈને જતા દંપતી પર અચાનક સૂકું ઝાડ તૂટી પડતા દંપતીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

 આણંદ: શહેર સહિત પંથકમાં આજે અતિ ભારે વરસાદની વકી વચ્ચે સવારથી ઝરમર વરસાદ ચાલુ હતો. દરમિયાન નડિયાદ જઇ રહેલ પ્રજાપતિ દંપતીના બાઇક પર લાંભવેલ નજીક પીપળાનું સૂકું વૃક્ષ જોશભેર તૂટી પડયું હતું. આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિ,પત્નિનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. 

પ્રાપ્ત વિગતોમાં ચકલાસીના રહેવાસી મનુભાઇ પ્રજાપતિ (ઉ.વ.પ૪) અને તેમનાં ધર્મપત્ની સુશિલાબેન પ્રજાપતિ (ઉ.વ.૪૮) કામસર આણંદ આવ્યા હતા. જેઓ આજે બપોરે પોતાના બાઇક પર ચકલાસી પરત જઇ રહ્યા હતા. દરમિયાન લાંભવેલ મંદિરથી આગળ તળાવ જવાના માર્ગથી પસાર થઇ રહ્યા હતા. જયાં વર્ષોજૂનું પીપળાનું સૂકાયેલું ગયેલું વૃક્ષ એકાએક બાઇક પર તૂટી પડયું હતું. 

(6:27 pm IST)