Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો સપાટો :AMTC અને BRTCની બસ ડિટેઇન

ડ્રાઈવર પાસે જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાને કારણે પોલીસ અધિકારીએ બંને બસો ડિટેઈન કરી

 

અમદાવાદ :શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિક અને દબાણ મુદ્દે પોલીસ અને કોર્પોરેશન જબરી કાર્યવાહી કરી રહયું છે ત્યારે  ટ્રાફિક પોલીસે ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે બે બસ ડિટેઈન કરી છે.

   મળતી વિગત મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરે AMTS બસ નંબર GJ 1 DV 7473 અને BRTS બસ નંબર GJ 1 DX 9926ના ડ્રાઈવર પાસે ગાડીના જરૂરી ઓરિજનલ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ડ્રાઈવર પાસે આ ડોક્યુમેન્ટ ન હોવાને કારણે પોલીસ અધિકારીએ બંને બસો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

   અત્રે ઉલેલ્ખનીય છે કે હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન બાબતે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમને દંડ ફટકારવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

(1:10 am IST)