Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સુરતના કતારગામમાં ઘરમાં ઘૂસીને માસુમ દીકરીની નજર સામે માતાની કરપીણ હત્યા

લૂંટ વિથ મર્ડરની ઘટના કે પછી બીજું કઈ ;પોલીસ તપાસ શરુ

સુરતના કતારગામમાં ફ્લેટમાં ઘૂસીને મહિલાની કરપીણ હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે જાણવા મળતી વિગત મુજબ અશોકનગર નજીક બાલાજી ફ્લેટમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા સૂરત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

  પ્રારંભિક તારણ મુજબ ઘટના લુંટ વિથ મર્ડર હોવાની વિગતો સામે આવી રહી છે. હત્યારાઓને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો. ખુલ્લે આમ ઘરમાં ઘુસીને માસુમ દિકરીની સામે માતાની કરપીણ હત્યા કરવામાં આવી છે.

(1:09 am IST)