Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પ્લાસ્ટિક પરના પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારાયો

-50 micron થી વધુની ગુણવતા ધરાવતી પ્લાસ્ટિક પર પ્રતિબંધ ના લગાવી શકાય :અરજદારે કરી પિટિશન

અમદાવાદ :એએમસી દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાડવા માટે ઘણા બધા પ્લાસ્ટીકના એકમો સીલ કરાયા છે.ત્યારે પ્લાસ્ટિક પર સરકારે મુકેલા પ્રતિબંધને હવે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે.

  અરજદાર દ્વારા સરકાર અને  અલગ-અલગ મહાનગર-પાલિકાઓએ  પ્લાસ્ટિક પર  મુકેલા  પ્રતિબંધ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરાઇ હતી. જેમાં અરજદારે  50 micron થી વધુની ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક પર નો પ્રતિબંધ ન લગાવી શકાય અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે રાજ્ય સરકાર માળખાકીય સુવિધા ઊભી કરે તેવી પણ અરજીમાં  રજૂઆત કરાઇ હતી.

  બીજી તરફ  પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇકલિંગ અને રસ્તાઓના રિસર્ફેસીંગ  સહિતના ઉપયોગમાં પ્લાસ્ટિક વેસ્ટ  મેનેજમેન્ટ  થાય તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ જે મામલે વધુ સુનાવણી હાઇકોર્ટ માં અગામી દિવસોમા હાથ ધરાશે.

(12:08 am IST)