Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મેગ્મા ગુજરાતમાં પાંચ નવી શાખા સાથે વિસ્તરણ કરશે

અર્ધશહેરી-ગ્રામીણ ક્ષેત્રે ગ્રાહકો સુધી સેવા પહોંચશેઃ રિટેલ એસેટ ફાઇનાન્સ કંપની મેગ્મા દ્વારા જાહેરાત થઇ

અમદાવાદ, તા.૯: દેશની જાણીતી અને અગ્રણી રિટેલ એસેટ ફાઈનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પ લિમિટેડ દ્વારા ગુજરાત માટેના તેના ગ્રોથ પ્લાનની આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, મેગ્મા ફિનકોર્પ લિ. દ્વારા ગુજરાતમાં પાંચ નવી શાખાઓ સાથે તેના બિઝનેસ અને કામગીરીનું વિસ્તરણ કરવામાં આવશે. જેના મારફતે તે રાજયના ગ્રાહકોને ઝડપી, અસરકારક અને આકર્ષક સેવાઓ પૂરી પાડી શકશે એમ અત્રે મેગ્મા ફિનકોર્પના લિમિટેડના એસેટ ફાઈનાન્સના નેશનલ બિઝનેસ હેડ સંજીવ ઝાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેગ્મા હવે તેના શહેરી વિસ્તારના ગ્રાહકોની સાથે સાથે અર્ધશહેરી અને ગ્રામીણ ક્ષેત્રના ગ્રાહકો સુધી પહોંચવા માંગે છે અને તેઓને પણ અસરકારક અને આકર્ષક સેવાઓ આપવા ઇચ્છે છે. મુંબઈ સ્થિત એનબીએફસી કે જેની ઉપસ્થિતિ રાજ્યમાં છે તે નાણાકીય વર્ષ ૨૦૧૯માં વિસ્તરણની આક્રમક યોજના ધરાવે છે અને તે પ્રોડક્ટ્સ જેમકે યુઝ્ડ એસેટ લોન્સ, ટ્રેક્ટર ફાઈનાન્સ, કોમર્શિયલ વ્હીકલ લોન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. મેગ્મા ફિનકોર્પના લિમિટેડના એસેટ ફાઈનાન્સના નેશનલ બિઝનેસ હેડ સંજીવ ઝાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે રાજ્યમાં ઊંડી ઉપસ્થિતિ અને મજબૂત ગ્રાહક સંબંધોનો આનંદ લઈ રહ્યા છીએ. અમારૃ લક્ષ ગ્રામીણ અને અર્ધશહેરી ગ્રાહકોને સેવા આપવાનું છે, જેમણે અમને ભૂતકાળમાં ડિવડન્ડસ આપ્યા છે. અમે છેલ્લા કેટલાક વર્ષમાં પોર્ટફોલિયોમાં સુધારો કરવા લક્ષ આપ્યું છે અને અમે હવે આક્રમક રીતે રાજ્યમાં આગળ વધવા માગીએ છીએ અને અમે યુઝ્ડ એસેટ લોન્સ, ટ્રેક્ટર લોન્સ, કાર અને કમર્શિયલ વ્હીકલ લોન્સ પર નાણાકીય વર્ષ ૨૦૧૯માં અમારા આંકડાઓ વધારવા માટે ભારે આક્રમકતાથી પ્રયત્નશીલ રહીશું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં મેગ્મા ૧૨ શાખાઓ ધરાવે છે અને તે નાણાકીય વર્ષ ૨૦૧૯માં અન્ય પાંચ શાખાઓનો ઉમેરો કરશે, જે તેના ગ્રાહકોની આર્થિક આવશ્યકતાઓ માટે સેવા આપવાનો પ્રયાસ હશે. આ શાખાઓ આણંદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણા ખાતે શરૃ કરાશે અને તે ઔપચારિક રીતે ઓક્ટોબર ૨૦૧૮થી કાર્યરત થવાની શક્યતા છે. જે ઉચ્ચસ્તરે નોંધપાત્ર યોગદાન આપવા કટિબધ્ધ હશે.

કંપનીએ હાલમાં એસેટ ફાઈનાન્સ બિઝનેસમાં ૧૨૦ લોકોનો સ્ટાફ ધરાવે છે જે વિસ્તરિત નેટવર્ક માટે નવા મેનપાવરનો ઉમેરો પણ કરશે. અમે હાલના નાણાકીય વર્ષમાં અમારા આંકડાઓ નોંધપાત્ર રીતે વધારવા પ્રયત્નશીલ છીએ અને અમને અમારા બિઝનેસ લક્ષ્યો પૂરા કરવા અંગે વિશ્વાસ છે એમ ઝાએ અંતમાં ઉમેર્યું હતું.

(10:16 pm IST)