Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અંકલેશ્વરના ભાદી ગામમાં મંડપ બાંધીને જુગાર રમાડવામાં આવતો હતોઃ છ મહિનાથી ચાલતા જુગાર અડ્ડા ઉપર દરોડોઃ ૧૯ શખ્સો ૨પ.પ૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાઃ પી.આઇ. સહિત ૯ સસ્‍પેન્ડ

અંકલેશ્વર: અંકલેશ્વરના ભાદી ગામમાં મંડપ બાંધીને જુગાર રમાડાતો હતો અને સુરત, ભરૂચ સહિતનાં દક્ષિણ ગુજરાતનાં શહેરોમાંથી જુગારીઓ રમવા આવતા હતા. મહિનાથી ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 19 જુગારીઓને 25.52 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડયાં હતાં.

મંગળવારે રાત્રીના બનેલી ઘટના બાદ બુધવારે અંકલેશ્વર તાલુકા પીઆઇ, પીએસઆઇ સહિત નવ પોલીસને ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. એલસીબીના એક હેડ કોન્સટેબલની બદલી કરી નાંખી હતી. ખેતરમાં મંડપ બનાવી જુગાર રમાડતા બે સૂત્રધાર ફરાર થઇ ગયાં છે.

જુગારધામમાં બહારથી જુગારીઓ જુગાર રમવા આવતા અને તેમને મંડપમાં બધી સુવિધા પુરી પાડવામાં આવતી હતી. તેઓ રોકડા રૂપિયા આપી ટોકન લઇને તીન પત્તીનો જુગાર રમતાં હતાં કલેશ્વરના ભાદી ગામે રહેતો શૌકત ભાદીકર અને સુરતનો કાદર ભાદી ગામની સીમમાં ખેતરમાં મંડપ બનાવી જુગાર રમાડતા હતા.

અંગેની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતાં મંગળવારે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે એસઆરપી ટુકડીને સાથે રાખી દરોડો પાડતાં જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી 19 જુગારીઓને 25.52 લાખના મુદામાલ સાથે ઝડપી લીધાં હતાં. જુગાર રમાડતો શૌકત ભાદીકર અને સુરતનો કાદર નાસી છૂટયાં હતાં.

જુગારનો અડ્ડો ચાલતો હતો તે ખેતર સેલંબાના આદમ વરીયાની માલિકીનું છે. બનાવ સંદર્ભમાં સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ બાદ ભરૂચ એસપીએ તાત્કાલિક અસરથી પીઆઇ સહીત 09ને સસ્પેન્ડ કરી દીધા હતાં.

(6:05 pm IST)