Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કલોલના પંચવટી વિસ્તારમાં 6 જુગારીઓને પોલીસે 5.19 લાખના મુદામાલ સાથે ઝડપ્યા

કલોલ:ના પંચવટી વિસ્તારમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો કરી જાહેરમાં જુગાર રમતાં છ શખ્સોને પ૩પ૧૦ની રોકડ તથા સાત મોબાઈલ ફોન અને ચાર વાહનો મળી કુલ પ.૧૯ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કલોલના પંચવટી વિસ્તારમાં સ્ટેટ બેંકની સામે આવેલી ખુલ્લી જગ્યાએ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે દરોડો કરી જુગાર રમતાં રમેશ ઈશ્વરદાસ પટેલ (રહે.પટેલ પરા, બોરીસણા), દિપક દશરથભાઈ પટેલ (રહે, એ-૪, સુૃયમંદિર સોસાયટી, પંચવટી કલોલ), ધવલ અરવિંદભાઈ પટેલ (રહે.એચ/ર૦૩, પંચવટી રેસીડેન્સી, કલોલ), સતીષ મણીભાઈ પટેલ (રહે.૧૯, અપૂર્વ બંગલોઝ, પંચવટી કલોલ), રાજેન્દ્ર કેશવલાલ પટેલ (રહે.૧૯, સંસ્કૃતિ બંગલો, પંચવટી કલોલ)ને રંગેહાથ ઝડપી લીધા હતા. જુગારનો કેસ ના થાય તે માટે જુગારીઓએ ભારે ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી પ૩પ૧૦ની રોકડ, સાત મોબાઈલ ફોન અને ચાર વાહનો મળી કુલ પ,૧૯,૦૧૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે હજુ શ્રાવણ માસની શરૃઆત થઈ નથી તેમ છતાં મોટા પાયે જુગાર શરૃ થઈ ગયો છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન કેટલા મોટાપાયે જુગાર રમાશે તેની કલ્પના જ કરવી રહી.
 

(5:51 pm IST)