Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આણંદના બોરસદ-આમોદ રોડ પર કારની હડફેટે બાઈક ચાલકનું મોટ: બાળક સહીત બેને ગંભીર ઇજા

આણંદ: જિલ્લાના બોરસદ તાબે આમોદ અંબાવ રોડ પર એક વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કારના ચાલકે પુરઝડપે કારને હંકારી રસ્તામાં જતા બાઈક પર કાળ બની ત્રાટકાવી હતી. આ બાઈક પર પોતાની સાસરીમાં જઈ રહેલ એક યુવાન અને તેની સાથે એક બાળક રોડ પર ફંગોડાયા હતા.જ્યારે કાર પણ રોડની સાઈડે ખાડામાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર કરુણ મોત નિપજ્યુ ંહતું.જ્યારે એક વ્યક્તિ અને બાળકને શરીરે ઓછા વત્તા પ્રમાણમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી કાર ચાલક પર ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બોરસદ તાબે આમોદ-અંબાવ રોડ પર ગઈ કાલે મોડી સાંજે એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ ઘટનામાં એખ કાર નં જીજે ૧૬ બીપી ૫૫૩૩ના ચાલકે પોતાની કાર બેફીકરાઈ તથા ગફલતભરી રીતે હંકારી હતી. આ કારથી રોડ પર પસાર થતા બાઈક નં જીજે ૬ ઈબી ૫૧૩ને ટક્કર મારવામાં આવી હતી.
 

(5:42 pm IST)