Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આણંદ રૂરલ પોલીસે સાંજના સુમારે સામરખા નજીકથી 10 હજારની રોકડ સાથે 5 શકુનિઓને હારજીતનો જુગાર રમતા ઝડપ્યા

આણંદ: રૂરલ પોલીસે આજે સાંજના સુમારે સામરખા તાબે દલાપુરા ખાતે દરોડો પાડીને પાંચ શખ્સોને જાહેરમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૧૦૫૯૦ જપ્ત કરીને જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 
મળતી વિગતો અનુસાર રૂરલ પોલીસને હકિકત મળી હતી કે, દલાપુરા સીમના ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં પંકજભાઈ જયંતિભાઈ પરમાર, અવનીશભાઈ વિનોદભાઈ પટેલ, મુસ્તુફામીયા ગનીભાઈ શેખ અલ્પેશભાઈ રાવજીભાઈ મકવાણા તથા કલ્પેશભાઈ મંગળભાઈ મકવાણા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા ૧૦૫૯૦ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:38 pm IST)