Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વાસદ નજીક માલગાડીની ટક્કરે મોરનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું

વાસદ: વાસદ-અડાસ વચ્ચેથી આજે સવારના સાતેક વાગ્યાના સુમારે ડાઉન લાઈન પર પસાર થતી માલગાડીની ટક્કરે રાષ્ટ્રીય પક્ષી મોર આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃત મોરનો કબજો લઈને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:36 pm IST)