Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ખેડા તાલુકામાં તીન પતિનો જુગાર રમતા 11 શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપ્યા

ખેડા તાલુકાના રઢુ તેમજ મહેમદાવાદ તાલુકાના અરેરી ગામમાંથી જાહેરમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૧૧ શખ્સો ઝડપાઈ જવા પામતાં પોલીસે આ અંગે જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા પોલીસે ગઈકાલે રાત્રે બે વાગે રઢુ ગામે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા જયેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા, સંજયભાઈ કનુભાઈ કહાર (રે. રઢુ) દાવ ઉપર તેમજ અંગ જડતીમાં રોકડા રૂ. ૭૮૮૦ સાથે ઝડપી પાડ્યા હતા. 
જ્યારે મહેમદાવાદ પોલીસે મળેલ માહિતી આધારે અરેરી ગામમાં ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં રમાતા જુગાર પર દરોડો પાડ્યો હતો. જેમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા લ-મણભાઈ આત્મારામ ઠાકોર, ગોવિંદભાઈ શકરાભાઈ મંડોળા, ધનજીભાઈ રાવજીભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચંદુભાઈ ઠાકોર, પીરૂભાઈ અબ્દુલભાઈ મલેક, પ્રવિણ શંકરભાઈ ઠાકોર, વિષ્ણુભાઈ શાંતિલાલ ઠાકોર, ચંદુભાઈ ઠાકોર તથા અબ્રાહમભાઈ મલેક ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રૂ. ૬૭૦, અંગજડતીમાં રૂ. ૧૪,૫૭૦ મળી કુલ રૂ. ૧૫,૨૪૦ રોકડા તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા.

(5:35 pm IST)