Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કોટક મહિન્દ્રા બેંકના બચત ખાતામાં ૬ટકાનો વધારોઃ ૧૪.૫ મિલીયન ગ્રાહકો

અમદાવાદઃ કોટક મહિન્દ્ર બેંક ઘોષણા કરી છે કે ભારતીય બેંક ઉદ્યોગમાં તેમની બેંકે ગ્રાહક પ્રાપ્તિકરણ અને બચત ખાતામાં વૃધ્ધિ બાબતે સૌથી ઝડપી ગતિએ વૃધ્ધિ નોંધાવવાનું ચાલુ રાખ્યું છે. ગત ૨૯માર્ચ ૨૦૧૭ના રોજ બેંક પાસે ૮ મિલિયન ગ્રાહકો હતા. જયારે ભારતના સૌપ્રથમ ડાઉનલોડ કરી શકાય તેવા ડિજિટલ બેંક ખાતાને લોંચ કરાયું હતું. જેના પગલે કોટક બેંકના ગ્રાહકોની સંખ્યા ફકત ૧૫ મહિનામાં ૬.૫ મિલિયન ગ્રાહકોનો ઉમેરો કરીને ૩૦મી જુન ૨૦૧૮ના રોજ ૧૪.૫ મિલિયન ગ્રાહક સુધી પહોંચી ગઈ છે. જે ૬૧ટકાની વાર્ષિકીકૃત વૃધ્ધિ દર્શાવે છે.

તદપરાંત કોટક બચતખાતું (એસએ) ભારતીય ઉદ્યોગની સરેરાશ કરતાં પણ વધુ ઝડપે વૃધ્ધિ પામી રહ્યું છે. છેલ્લા ૬ વર્ષમાં કોટકની સરેરાશ વૃધ્ધિ વાર્ષિક ધોરણે આશરે ૪૦ટકાની આસપાસ રહી છે. જે આંક આ ઉદ્યોગના વૃધ્ધિદરના બેવડા કરતાં વધુ છે. ગત ૩૦મી જુન-૨૦૧૮ના રોજ કોટકની એસએ બુક રૂ.૬૬,૬૨૧ કરોડ હતી. કોટકે ૮૧૧ દ્વારા દરેક ભારતીય માટે બેંક સેવાઓ સુધીની પહોંચને વધુ સુગમ બનાવવા પર ધ્યાન આપ્યું છે અને તે રૂ.૧ લાખથી વધુ અને રૂ.૧ કરોડ સુધીની બચત ખાતાની શેષ પર વાર્ષિક ૬ ટકા વ્યાજ દરે ઉંચુ વળતર ઓફર કરે છે. ૮૧૧એ ભારતીયોને આવકારનું પોતાના જેવું ખરા અર્થનું સમ્મિતલિખ ખાતું છે.

(4:07 pm IST)