Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બિગબઝારમાં ૧૧મીથી પાંચ દિવસીય મહાબચત ઓફરની ઘોષણા

 અમદાવાદઃ બિગબાઝાર તેના મહાબચત સેલ સાથે ફરી આવી પહોંચી છે. જે ગ્રાહકોને ઓછામાં ઓછી કિંમત ઓફર કરે છે. સાથે મેગા ડિસ્કાઉન્ટ અને સૌથી મોટી બચતની તક આપે છે. શોપિંગના દિવસો- બિગબઝાર્સ 'ફાઈડ ડે- મહાબચત' ભારતમાં ધમાલ મચાવવા આવી પહોંચ્યાં છે. આ વિશાળ શોપીંગ એકસ્ટ્રાવગન્ઝા આ વખતે વધુ વિશાળ બની રહેશે અને તેના ગ્રાહકોને વધુ બચતની તક આપશે. મહાબચત ગ્રાહકોને રૂ.૩૦૦૦ની ખરીદી પર ફયુચર પે વોલેટ અને પેટીએમથી પેમેન્ટ કરવા પર રૂ.૧૨૦૦ કેશબેકની તક મળશે. ઓફર્સ અને કિંમતોમાં જ નહી  '૫ ડેઝ મહાબચત' દ્વારા મોટાપાયે લાભ આપવામાં આવશે. જેમાં આ વર્ષે શોપિંગ એકિસપરિયન્સ માત્ર બિગ બાઝાર પુરતુ નહી પણ તેનાથી આગળ પણ મેળવી શકાશે.

આ વર્ષે પ્રથમવાર બ્રાન્ડ ફેકટરી, સેન્ટ્રલ, ઈઝી ડે, નીલગિરીઝ, હેરિટેજ ફ્રેશ અને ફુડવર્લ્ડ સ્ટોર્સમાં પણ મહાબચત સેલ યોજાશે. જેનાથી ગ્રાહકોને વધુ અનુકુળતા મળશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મોટું વળતર અને ડિલ્સ આપવા માટે બિગબાઝાર તમામ કેટેગરીઝમાં '૫ ડેઝ મહાબચત' મેગા બાર્ગેન ભારતીય ઘરો માટે ઓફર કરશે. આ પાંચ દિવસમાં વિવિધ કેટેગરીઝમાં જેમ કે બટર, ટુથપેસ્ટ, તવાથી લઈને બાળકો અને લેડીઝ ફેશન હોમવેર, લગેજ, ઈલેકટ્રોનિકસ અને એવી અનેક ચીજો પર ઓફર્સ સામેલ રહેશે. શોપર્સ આકર્ષક કિંમતોમાં વિવિધ કેટેગરીમાંથી જોરદાર પ્રોડકટસ પસંદ કરી શકશે.

(4:07 pm IST)