Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય :ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના

અમદાવાદ :બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના કરવામાં આવી હતી. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ હતી.

(1:43 pm IST)