Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમદાવાદ મહાપાલિકાનું કાર્યવાહી:77 એકમોને નોટિસ : 18 એકમોને 3 હજારથી 50 હજાર સુધીનો દંડ ફટકારાયો

અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશને રોગચાળાને અટકાવવા કર્યવાહી કરતા શહેરમાં કન્સ્ટ્રકશન સાઈટો, મોલ, થિયેટર્સ, કોલેજો સહિતના સ્થળો પર મચ્છરોનું બ્રિડિંગ ચેક કર્યું હતું. દરમિયાન 77 એકમોને બેદરકારી મામલે નોટીસ ફટકારી છે. જ્યારે 18 એકમોને 3 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.

  હિમાલયા મોલમાં મચ્છરનું બ્રિડિંગ મળી આવતા દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. સીટી ગોલ્ડને 10 હજાર રૂપિયા, ગોતામાં સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગને સૌથી વધારે 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને કોલેજે કોઈ સાવચેતી રાખી ન હતી અને મચ્છરોનો ઘણો બધો ઉપદ્રવ હોવા છતાં કોઈ જ યોગ્ય ભરવામાં આવ્યા ન હોવાથી સિલ્વર ઓક કોલેજને સૌથી વધારે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા હતો. આ ઉપરાંત જોધપુર અને ખાડિયામાં મેકડોનેલ્ડને 3500 રૂપિયાનો દંડ ફટકાવામાં આવ્યો હતો

(1:04 pm IST)