Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

9 ઓગ 1942 " ભારત છોડો આંદોલન "ની સ્મૃતિમાં કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું : અમદાવાદના લાલ દરવાજાથી શરૂ કરાયેલી રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સેંકડો લોકો જોડાયા

 

અમદાવાદ : આજથી 76 વર્ષ પહેલા ભારતની આઝાદી માટેની ચળવળ દરમિયાન 1942 ની સાલમાં યોજાયેલા કવીટ ઇન્ડિયા એટલેકે ભારત છોડો આંદોલનની સ્મૃતિમાં અમદાવાદ મુકામે કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સેંકડો લોકો જોડાયા હતા.

સ્વતંત્રતા સંઘર્ષમાં અમદાવાદનું યોગદાન ઘણું મહત્વનું હતું. ૯ ઓગસ્ટ, ૧૯૪૨નાં દિવસે ગાંધીજીનાં ‘હિંદ છોડો આંદોલન’ ને બળ આપવા દેશભરમાંથી લોકો ઘરની બહાર નીકળી રહ્યાં હતાં. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને ‘અંગ્રેજો ભારત છોડો’ એવું નામ આપવામાં આવ્યું હતું. જેને લઇને અમદાવાદ ખાતે ક્રાંતિ દિવસ નિમિતે કોંગ્રેસ સેવાદળની રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સેવાદળના કાર્યકરો અને કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. જેમા લાલદરવાજાથી કોંગ્રેસ ભવન સુધી આ રેલી યોજી હતી.

(12:06 pm IST)