Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સ્ત્રી સશક્તિકરણ માટેનું પ્રશંશનીય પગલું : અમદાવાદ સિવિલ હોસ્પિટલની 700 નર્સને કરાટેની તાલીમ

અમદાવાદ :શહેરની સિવિલ હોસ્પિટલમાં રાત્રે પણ સેવાઓ આપતી નર્સને ઘેર આવતી જતી વખતે લુખ્ખા તત્વો હેરાન કરે તો તેમનો સામનો કરવા માટે કરાટેની તાલીમ આપવાનું પ્રશંશનીય પગલું લેવાયું છે. .સિવિલ હોસ્પિટલમાં આશરે 1500 જેટલી નર્સ સેવા આપે છે.જેમાંથી હાલ 25થી 55 વર્ષ સુધીની 700 જેટલી નર્સને હાલ કરાટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

કરાટેની ટ્રેનિંગ માટે પ્રોફેશનલ કરાટે ટ્રેનરની નિમણુક કરવામાં આવી છે.જે હોસ્પિટલની દરેક નર્સને સેલ્ફ ડિફેન્સ તેમજ જરૂર પડે ત્યારે કોઈને પોતાના હાથથી ધુળ ચટાવી શકે તે પ્રકારના દરેક દાવપેચ શિખવાડી રહ્યા છે. મહિલાઓને સેલ્ફ ડિફેન્સના ક્ષેત્રે ટ્રેનિંગ આપવી અને તેમનો આત્મવિશ્વાસ વધે તે પ્રકારની ટ્રેનિંગ આપવી તે હાલના સમયની જરૂરીયાત બની ગઈ છે.અને સિવિલ હોસ્પિટલ પ્રશાસનનો આ પ્રયાસ પ્રસંશનીય છે.

(12:06 pm IST)