Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરતના પ્રમુખપદે સતત ત્રીજી વખત નવ યુવાન વ્રજેશ ઉનડકટની સર્વાનુમતે નિમણુંક

રાજકોટ તા.૯ : શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરતના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત ૩૨ વર્ષના નવયુવાન વ્રજેશ ઉનડકટની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. શ્રી પહેલીવાર પ્રમુખ તરીકે નવનિયુકત થયા ત્યારે ૨૮ વર્ષની ઉંમર હતી. શ્રી ઘોઘારી લોહાણા મહાજન સુરતના ૬૦ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌથી મોટી સંખ્યામાં લોહાણા સમાજની જનરલ મિટીંગ હાજરી જોવા મળી હતી.

જેમાં સુરતની તમામ રઘુવંશી સંસ્થાઓ જલારામ સેવા સમાજ ટ્રસ્ટ, જલારામ મંદિર ટ્રસ્ટ, વિરદાદા જશરાજ સેના, રઘુવંશી યુવા સમાજ, ઘોઘારી મહિલા મંડલ જોડાઇ હતી. જનરલ મિટીંગમાં સૌપ્રથમ વાર ટ્રસ્ટીની નિમણુંક કરવાની સત્તા પણ પ્રમુખને સોંપાઇ હતી. આગામી ૧૦ દિવસમાં મહાજનના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ કારોબારીની જાહેરાત કરવામાં આવશે. જનરલ મીટીંગમાં રઘુવંશી એકતા જળવાઇ રહે તે માટે સુરતના તમામ રઘુવંશી કચ્છી, ઘોઘારી, સુરતી, હાલાઇ તમામ લોકોનો સમાવેશ કરાશે તેવી જાહેરાત નવનિયુકત પ્રમુખ વ્રજેશ ઉનડકટે કરી હતી.

ઘોઘારી લોહાણા મહાજન સિનિયર સીટીઝન યાત્રા પ્રવાસ, શરદ પૂનમ જલારામ જયંતી કાર્યો કરતી આવી છે. આ વખતે યુવાનો સમાજ પ્રત્યે વધુ આકર્ષાય તે માટે યુવાનોના સ્કીલ ડેવલોપ તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ અને સુરતમાં રહેલી યુવા પ્રતિભાઓને સમાજમાં આગળ લાવી અનેક કાર્યક્રમો કરશે. સિનિયર સીટીઝનો માટે યાત્રા પ્રવાસની સાથે સુરતમાં જ એમની વડીલ વંદના તેમજ અનેક નવા કાર્યક્રમો કરશે.

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી ધનવાનભાઇ કોટકે શુભેચ્છાઓ પાઠવી હતી. જનરલ મીટીંગ સમાજના અગ્રણીઓ કનુભાઇ ગોટેચા, ભરતભાઇ ઉનડકટ, રાજુભાઇ ગોટેચા, ચંદુભાઇ ખખ્ખર, ઉમંગ પાબારી, બકુલભાઇ જીવરાજાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના સૌ આગેવાનો, વડીલો તેમજ યુવાનોનો સતત ત્રીજી વાર પ્રમુખની જવાબદારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કરૂ છુ. આપ સૌ મહાજનના આગામી કાર્યક્રમો તેમજ સમાજ કલ્યાણના કાર્યોમાં તન મન ધનથી સહકાર આપશો એવી આશા અપેક્ષા વ્યકત કરી હતી.

વ્રજેશભાઈ ઉનડકટના મો. નં. ૯૩ ૭૪ ૯૯ ૯૯ ૯૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૪૫.૨)

(11:41 am IST)