Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ :સંખેડામાં દોઢ કલાકમાં બે ઇંચ,કવાંટમાં દોઢ ઇંચ,છોટાઉદેપુર અને બોડેલીમાં અડધો ઇંચ વરસાદ

 

છોટાઉદેપુર જિલ્લામાં  છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ આજે નસવાડી,,બોડેલી,પાવી જેતપુર, કવાંટ સહિતના  વિસ્તારોમાં મેઘરાજાએ ધીમી ધારે આગમાન થયું હતું  જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. સંખેડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે કવાંટમાં દોઢ ઇંચ, છોટા ઉદેપુર અને બોડેલીમાં અડધો ઈંચ વરસાદ અને  નસવાડી,પાવી જેતપુર માં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

(9:24 pm IST)