Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજ્યનું સૌપ્રથમ સ્તનપાન કેન્દ્ર પાલનપુર બસ સ્ટેશનમાં બન્યું

પાલનપુર: શહેરના એસટી બસ સ્ટેશન ખાતે આરોગ્યતંત્ર દ્વારા સ્તનપાન કેન્દ્રની ચેમ્બર બનાવી ગુજરાતનું સૌ પ્રથમ સ્તનપાન કેન્દ્ર ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે વિવિધ માંગણીઓને લઈ એસટીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બનાસકાઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રજાજનોની વધુ અવર જવર રહેતી હોય તેવા સ્થળોએ સ્તનપાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે જેને લઇ તાજેતરમાં શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સ્તનપાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે બાદ શહેરના બસ સ્ટેશન ખાતે સ્તનપાન કેન્દ્ર બનાવી ગુજરાતનું સૌ પ્રથમ સ્તનપાન કેન્દ્ર ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન  જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું.

   પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે, એસટી વિભાગીય નિયામક જે એમ સોલંકી સહિત આરોગ્ય તંત્ર તેમજ એસટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ઉદ્ઘાટન સમયે એસટીની કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇ અને ખાનગીકરણ અટકાવવાના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(10:05 pm IST)