Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વડોદરા :બુટલેગરના ઘરમાં દરોડામાં પોલીસને107 નંગ પાસપોર્ટ મળતા પોલીસ ચોંકી:બુટલેગર નહીં મળતાં તેની પત્નીની અટકાયત

ઘરમાંથી એક પિસ્તોલ અને 2 નંગ જીવતા કારતુસ પણ મળ્યા

વડોદરા: શહેરમાં આવેલી ગોત્રી પોલીસ દ્વરા એક બુટલેગરને ત્યાં દરોડા પાડી તેને પકડી પાડવા સર્ચ હાથ ધરાયેલ આ દરમિયાન પોલીસને 107 નંગ પાસપોર્ટ હાથ લાગ્યા છે.પોલીસે બુટલેગરની પત્નીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   આ અંગેની વિગત મુજબ વડોદરાની ગોત્રી પોલીસે પોતાના વિસ્તારમાં આવેલી ફૈઝુલ્લા ચાલીમાં રહેતા ભાગેડૂ બુટલેગર મુનાફ શેખને ઝડપી પાડવા માટે તેના ઘરે ઓચિંતિ રેડ કરી હતી. દરમિયાન તેના ઘરે સર્ચ કરતાં ઘરમાંથી એક પિસ્તોલ મળી આવી હતી. સાથે 2 નંગ જીવતા કારતુસ પણ મળ્યા હતા. જ્યારે પોલીસને ઘરમાંથી અલગ અલગ નામનાં 107 નંગ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા. આ પાસપોર્ટનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
   જોકે બુટલેગર મુનાફ શેખ પોલીસને હાથ લાગ્યો નહોતો. પરંતુ પોલીસે તેની પત્ની સમીરાની આર્મસ એક્ટ હેઠળ અટકાયત કરી પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(8:25 pm IST)