Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસઃરાજ્યની 4500 શાળામાં થશે લાયન ડે સેલિબ્રેશન

અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં ભાગ લેશે.

અમદાવાદ :દુનિયા આખીમાં 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે જે-જે વિસ્તારોમાં સિંહો જોવા મળે છે, એવી 4500 શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.

  આ માટે જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં સાસણ વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી મોટા પાયે તેયારી થઈ રહી છે. આ અંતર્ગત 12 લાખ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં ભાગ લેશે.

(8:03 pm IST)