Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમદાવાદ અેરપોર્ટ ઉપર દોઢ કિલો સોના સાથે ગ્રીન ચેનલમાંથી બચાવીને બહાર જતી વખતે કસ્ટમ વિભાગે યુવકની ધરપકડ કરી

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે કસ્ટમ વિભાગે કરેલી કાર્યવાહી દરમિયાન દોઢ કિલો સોનું ઝડપ્યું હતું. એરપોર્ટ પર કામ કરતી ખાનગી એવિયેશન સર્વિસના બે યુવાનોને આ મુદ્દે સંડોવણી હોવાનું જાણવા મળે છે. કસ્ટમ વિભાગે કરેલી કાર્યવાહી દરમિયાન અરુણ એવિયેશન સર્વિસના વૃષભ નામના યુવાનની ધરપકડ કરી છે.

જેટ સ્કાય નામના એક અન્ય યુવાનની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી હોઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં એક યુવાન ફરાર છે. પેસેન્જરોના સોનાને ગ્રીન ચેનલમાંથી બચાવીને બહાર લઇ જતી વખતે એરપોર્ટની બહાર જ કસ્ટમ વિભાગે તેમને મળેલી બાતમીના આધારે સપાટો બોલાવ્યો હતો. આ શખસો પેસેન્જરો સાથે મળીને સોનાની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળે છે.

અત્યાર સુધી કેટલા સોનાની હેરાફેરી તેઓએ કરી છે તે બાબતે કસ્મટ વિભાગ તપાસ કરી રહ્યો છે. આ બાબતે કોઇ મોટાં માથાંની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનું પકડાવાની ઘટના બની ચૂકી છે.

(6:53 pm IST)