Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી નાફેડના અધિકારીઓને પૂછવાની જગ્‍યાઅે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છેઃ યોગ્ય જગ્યાઅે મગફળી સ્‍ટોરેજ કરવાની જવાબદારી નાફેડની છેઃ નીતિનભાઇ પટેલે હવે કોંગ્રેસને ઘેરી

ગાંધીનગરઃ મગફળીકાંડ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હવે કોંગ્રેસને ઘેરી છે. નીતિન પટેલે કહ્યુ છે કે, ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ નાફેડે કર્યુ છે અને કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ તપાસની માંગ પણ કરી નથી.
નાફેડના ચેરમેન પર પ્રહાર કરતા જણાવ્યુ કે નાફેડની જવાબદારી મગફળીની ખરીદીથી માંડીને તમામ છે. સરકારે મદદરૂપ થવાની ભૂમિકા ખેડૂતોના હિતમાં કર્યું છે. આ ઉપરાંત કહ્યુ કે યોગ્ય જગ્યાએ મગફળી સ્ટોરેજની જવાબદારી નાફેડની છે. મગફળગને યોગ્ય જગ્યાએ સ્ટોરેજ કરવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. મગફળી કૌભાંડમાં વાઘજી બોડાના ભત્રીજાના નામનો ખુલાસો થયો છે ત્યારે આ મુદ્દે વાઘજી બોડા મૌન છે. ત્યારે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરવામાં જોઈએ તેવી માંગ ભાજપે કરી છે.
તો બીજી બાજું કોંગ્રેસે પણ પ્રેસકોન્ફ્રન્સ કરીને આ બાબતે ફરીથી સરકાર પર કેટલાક આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળીકાંડમાં નાફેડ અને સરકાર એકબીજા પર દોષ ઠાલવે છે. કોંગ્રેસે આ બાબતે તાપસ કરવાની માગ કરતાં કહ્યું હતું કે, સિટીંગ જજ તપાસ કરશે નહી તો તેઓ ખેડૂતોનો સાથે રાખીને ક્લેક્ટરને આવેનપત્ર આપશે. તે ઉપરાંત કોંગ્રેસે જણાવ્યું હતુ કે, મગફળી ખરીદવા માટે કોંગ્રેસની સહકારી સંસ્થાઓને સેન્ટળો ફાળવવામાં આવ્યા નહતા.
કોંગ્રેસે આરોપ નીતિન પટેલે લગાવેલ આરોપ પર પલટવાર કરતાં જયરાજસિંહ પરમારે ભાજપ પર વધું એક આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજના મંત્રી અને મગફળી કાંડના મુખ્ય અપરાધી મગન ઝાલાવાડિયા વચ્ચે બેઠક થઈ હતી. જયરાજસિંહે તેટલા સુધી જણાવ્યું કે, રાજકોટ જામનગર હાઈ-વે પર આવેલ ન્યારી હોટલમાં આ બેઠક રાખવામાં આવી હતી. આને લઈને કોંગ્રેસ હોટલના સીસીટીવીના તપાસની માગ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા મગફળી કૌભાંડ મામલે એક પછી એક 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાફેડ અને ગુજકોટના અધિકારીઓ પણ સામેલ છે. રાજકોટ SP બલરામ મિણાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ આરોપીઓ વિશે વાત કરી હતી.
બલરામ મિણાએ જણાવ્યું કે પેઢલા મગફળીકાંડમાં અત્યારસુધીમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓ પણ સામેલ છે. જેમાં સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવડિયાનો સમાવેશ થાય છે. મેનેજર મગર પર સમગ્ર સૌરાષ્ટ્રની મગફળી ખરીદવાની જવાબદારી હતી, મોટી ધણેજ સહકારી મંડળી દ્વારા મગફળી ખરીદવામાં આવી હતી.
આ સિવાય નાફેડ ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજા રોહિત બોડાની પણ ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય આરોપીઓની વાત કરીએ તો નાફેડના બે, ગુજકોટના બે અને વેરહાઉસના એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.

મગફળી કૌભાંડ આરોપીના નામ
૧-કાળાભાઇ મેસુરભાઈ જેઠવા (મોટી ધણેજ મંડળી પ્રમુખ)
સોનીંગભાઈ બચુભાઈ જૂજીયા (મોટી ધણેજ મંડળી ઉપ પ્રમુખ)
૩-કૌશલ ખીમાભાઇ જેઠવા (મોટી ધણેજ મંડળી મંત્રી)
૪-મગનભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા (ગુજકોટ કંપની વેરહાઉસ મેનેજર)
વિનોદભાઈ રવજીભાઈ ટીલ્વા (ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન હેઠળના મેનેજર)
૬-જીગ્નેશભાઈ ત્રિભોવનભાઈ ઉજટીયા (નાફેડ અધિકારી)
૭-રોહિતભાઈ લક્ષમણભાઇ બોડા (નાફેડ અધિકારી)
૮-કેયુરભાઈ વિનસભાઈ ચૌહાણ (ગુજકોટ અધિકારી)
નીચેના તમામ આરોપી ધણેજ સહકારી મંડળીના સભ્યો છે
૯-ખુમણભાઇ જીવનભાઈ જૂજીયા
૧૦-રામસીભાઇ ગોવિંદભાઇ ચુડાશમાં
૧૧-જાદવભાઈ રામાભાઇ પીઠીયા
૧૨-મુળુભાઈ આલાભાઈ જૂજીયા
૧૩-હમીરભાઇ બાવાભાઈ જેઠવા
૧૪-રામભાઈ અમરભાઇ જેઠવા
૧૫-ખુમાનભાઈ રામભાઈ જેઠવા
૧૬-સોનીન્ગભાઈ જેઠવા
૧૭-આલીગભાઇ બચુભાઈ જેઠવા
૧૮-વિરેન્દ્રભાઈ બટુકભાઈ કાનાબાર
૧૯-વિક્રમભાઈ દેવાભાઇ લાખાણી
૨૦-જીતુભાઇ
૨૧-કાળાભાઇ જીવાભાઈ જૂજીયા
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ખરીદી કરાય છેનાફેડ અને રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી કરાતી હોય છેસંડોવાયેલા કર્મચારીઓના સસ્પેનશનથી લઈ ટર્મિનેશન સુધી પગલાં લેવાશેચણાની ખરીદીનું 453 કરોડનું પેમેન્ટ 2થી ત્રણ દિવસમાં ચૂકવી દેવાશે.
શું છે સમગ્ર મામલો ?
31
તારીખે પેઢલા ગામે વેપારીઓ મગફળી લેવા ગયા હતા, ત્યારે મગફળીમાં ધૂળ અને માટી નીકળતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો, હોબાળા બાદ પણ 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ ફરક્યા ન હતા, જેના કારણે મગનભાઇ ઝાલાવડિયાએ જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં 22 લોકોના નામ ખૂલ્યા હતા.

(6:50 pm IST)