Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજપીપળા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અટકેલા હપ્તા માટે પાલિકાના નવા C.O.પર સૌને આશા

અગાઉના બે મુખ્ય અધિકારીઓ નવા કાયદા બતાવતા સરકારની ગાઈડલાઈન કરતા વધુ દસ્તાવેજો માંગતા હોય હાલ મુકાયેલા સી.ઓ પર સૌની આશા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2017ના વર્ષ થી શરૂ થઈ હતી જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજો ફોર્મ સાથે આપવાના હોય તે બાદ જે તે એજન્સી દ્વારા નિયમ મુજબ કમગીરી થતી હોય જેમાં 2017ના વર્ષમાં લગભગ 150 જેવા લાભાર્થીઓના ફોર્મ મંજુર થયા અને હાલ તેમના મોટાભાગના હપ્તા પણ આવી ગયા હોય ત્યારબાદના વર્ષો માં સરકારી ગાઈડલાઈન મુજબ જ ફોર્મ ભરાયા હોવા છતાં રાજપીપળા નગરપાલિકાનામાં વારંવાર બદલાતા મુખ્ય અધિકારીઓ દ્વારા નવા નવા નિયમો લાગુ કરાયા જેમાં ઘણા મહિનાઓ થી સરકારની ગાઈડલાઈન કરતા પણ વધુ દસ્તાવેજની માંગણી કરાતા લાભાર્થીઓના હપ્તા માટેના લિસ્ટ પર અગાઉના બે મુખ્ય અધિકારીની સહિઓ ન થતા લાભાર્થીઓ હપ્તાની રાહ જોઈ ધક્કા ખાઈ રહ્યા હતા જોકે હાલ નવા મુકાયેલા મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા આ બાબતે ઘટતું કરી લાભાર્થીઓના અટકેલા હપ્તા બાબતે કાર્યવાહી કરશે તેવી સૌને આશા સેવી રહ્યા છે.
રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયાએ જણાવ્યું કે મને પણ આવાસ ના હપ્તા બાબતે અમુક લાભાર્થીઓની રજુઆત મળી છે મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે માટે ટૂંક સમયમાં લાભાર્થીની આ સમસ્યા દૂર થાય તે દિશામાં પ્રયાસ કરીશ

(10:49 pm IST)