Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ટંકારી ગામમાં ભત્રીજીના લગ્નમાં સાક્ષીની સહીની અદાવત રાખી ધારીયાનો હાથો મારતા 2 ને ઇજા : 2 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ટંકારી ગામમાં ભત્રીજીના કોર્ટ મેરેજમાં સાક્ષી તરીકેની સહી કરનાર અને અન્ય શખ્સ સહિત બે ને ધારીયાનો હાથ મારી ઇજાઓ કરનાર શખ્સ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે

 મળતી માહિતી અનુસાર ઉપેંદ્રસિંહ નટવરસિંહ વાઘેલા રહે- ટંકારીની ફરીયાદ મુજબ વિરેંદ્રસિંહ ભારતસિંહ વાઘેલાએ વલ્લભભાઇ પ્રતાપભાઇ તડવી તથા મહેશ ભાઇ પ્રતાપભાઇ તડવી (બન્ને રહે ટંકારી ) ભત્રીજીએ એકાદ વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરેલ હોય જેમા સાક્ષી તરીકે સહી કરતા જેની અદાવત રાખી વિરેંદ્રસિંહ ભારતસિંહ વાઘેલાને ગાળો  બોલી ઢીગા પાટુનો માર મારી તેમજ લોખંડના ધારીયાના હાથાથી પગમા સપાટો મારી ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઉપેંદ્રસિંહને પણ ધારીયાના હાથાથી  પગમા એક સપાટો મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:44 pm IST)