Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજપીપળા સફેદ ટાવર પાસે જુગાર રમતા 04 શખ્સોને LCB પોલીસે રૂ.૪૧,૪૫૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા, એક ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સફેદ ટાવર નજીકમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા ત્યાં રેડ કરી  ચાર જુગારીયાઓને રોકડ સહિતના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા એક નાસી છૂટ્યો હતો.

 મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે સફેદ ટાવર પાસે આવેલા શ્રીરામ પ્રોવિઝન સ્ટોરની પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરતા ત્યાં જુગાર રમતા મુરતુજા ગુલામનબી દિવાન (રહે બાવાગોર ટેકરી રાજપીપલા) નિલેશભાઇ દિનેશભાઇ વસાવા (રહે સડક ફળીયા રાજપીપલા) મંગલેશભાઇ ભરતભાઇ વસાવા ( રહે બારખાડી કમોદીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા.) હસમુખભાઇ ગણપતભાઇ વસાવા,(રહે સડક ફળીયુ રાજપીપલા)નાઓને હાર જીતનો જુગાર રમી રમાડતા પકડી તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ ૩૭૪૦ તથા દાવ ઉપરના ૧૩૦૦ મળી રોકડા રૂ.૫,૦૪૦ તેમજ મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂ.૧,૫૦૦ તથા એકટીવા મોપેડ નંગ ૨ કિ.રૂ.૩૫,૦૦૦ મળી કૂલ રૂ.૪૧,૪૫૦ સાથે પકડી પાડ્યા હતા જ્યારે જયદિપભાઇ મનિયાભાઇ વસાવા (રહે.ખારા ફળીયુ રાજપીપલા હાલ રહે.ભુછાડ તા.નાંદોદ) ત્યાંથી નાશી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:40 pm IST)