Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હદપાર કરાયેલી વિધવા મહિલા પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે ? : દારૂની હેરાફેરીના આરોપસર ભરૂચ જિલ્લા બહાર હદપાર કરવાના રાજ્ય સરકારના આદેશ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટની રોક : ભરૂચ મેજિસ્ટ્રેટે 6 મહિના માટે હદપારનો આદેશ કર્યો હતો

અમદાવાદ : દારૂની હેરાફેરીના આરોપસર ભરૂચ મેજિસ્ટ્રેટે એક વિધવા મહિલાને 6 મહિના માટે હદપારનો આદેશ કર્યો હતો . જેના વિરુદ્ધ મહિલાએ ગુજરાત  હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

મહિલાએ કરેલી રજુઆત મુજબ તેને વકીલ રોકવાની ,કે બચાવ કરવાની પણ તક આપ્યા વગર દારૂની હેરાફેરીના આરોપસર હદપાર કરવાનો એકપક્ષીય આદેશ કરાયો છે. પોતે વિધવા છે અને જિલ્લા બહાર તેના કોઈ સગાવહાલા નથી. તે સંજોગોમાં પોતાનું ગુજરાન કેવી રીતે ચાલશે ?

મહિલાએ કરેલી રજૂઆતને ધ્યાને લઇ તેની સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી ભરૂચ મેજિસ્ટ્રેટે આપેલા આદેશ વિરુદ્ધ નામદાર કોર્ટે રોક લગાવી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)