Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સુરતના ઉન પાટિયા નજીક કતલખાને લઇ જવાતા પાંચ પશુઓને બચાવી જીવદયાપ્રેમીઓએ ચાલક સહીત કલીનરને પોલીસ હવાલે કર્યો

સુરત:રીંગરોડ કમેલા દરવાજાથી ઉન પાટીયા સ્થિત કત્લખાને કુરબાની માટે અત્યંત ક્રુરતા પૂર્વક પીકઅપ વાનમાં પાંચ ભેંસને લઇ જતા ચાલક અને ક્લીનરને ગૌસેવકોએ ઝડપી પાડી પાંડેસરા પોલીસને હવાલે કર્યા હતા.

પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક ઉધનાથી સચિન તરફ જઇ રહેલા મહિન્દ્રા પીકઅપ વાન નં. જીજે-21 વી-1301 ના વ્હીલમાં પંચર પડતા વાન રોડ સાઇડમાં પાર્ક કરી હતી. આ અરસામાં ત્યાં ઉભેલા ગૌસેવક ભરત રમેશ ભરવાડને શંકા જતા પીકઅપ વાનમાં તપાસ કરતા પાંચ ભેંસોને અત્યંત ક્રુરતા પૂર્વક બાંધેલી નજરે પડતા તુરંત જ અન્ય ગૌસેવકોને જાણ કરવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેને પગલે પાંડેસરા પોલીસ તુરંત જ ઘસી આવી હતી. પોલીસે પીકઅપ વાનના ચાલક મોસીન હાસબુદ્દીન શેખ (ઉ.વ. 27 રહે. 62, ભાઠેના દરગાહની પાછળ, ઉધના) અને ક્લીનર પરવેઝ ખલીલ સૈયદ (ઉ.વ. 19 રહે. 125, ભાઠેના દરગાહની પાછળ, ઉધના) ની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં કુરબાની માટે ભેંસને કમેલા દરવાજાથી ઉન પાટીયા કત્લખાને લઇ જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભેંસનો કબ્જો લઇ પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. 

(5:20 pm IST)