Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સુરતના રામનગરમાં ગૃહિણી દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 1.14 લાખનો મુદામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો

સુરત: શહેરના પાલનપુર પાટીયા સ્થિત રામનગર ગુ.હા. બોર્ડમાં ગૃહિણી ચલાવવામાં આવતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે રોકડ, 4 મોબાઇલ ફોન અને બે મોપેડ મળી કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર પોલીસે બાતમીના આધારે રામનગર ગુ.હા. બોર્ડ બ્લોક નં. 33 ના બીજા માળએ ફ્લેટ નં. 197માં રહેતા હેમાબેન ગીરીશ મુલચંદાણી (ઉ.વ. 38) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી હેમાબેન ઉપરાંત સંગીતા રમેશ દુનીચંદ માટાની (ઉ.વ. 58 રહે. બી 404, સ્તુતિ યુનિવર્સલ, ગેલેક્ષી સર્કલ, પાલ), હર્ષાબેન વલ્લ પટેલ (ઉ.વ. 32 રહે. કે 101, સ્ટાર રેસીડન્સી, ઉત્રાણ-કોસાડ રોડ, અમરોલી), ગીતાબેન ઉર્ફે ગંગા ભાવેશ ભીલ (ઉ.વ. 40 રહે. બી 31, અયોધ્યા સોસાયટી, નાલંદા સ્કુલની નજીક, પુણા), દિવ્યા જગદીશ દેવજાની (ઉ.વ. 44 રહે. એ 202, આશીયાના એપાર્ટમેન્ટ, મહેશ્વરી ભવનની નજીક, સિટીલાઇટ), ભારતી રાજેશ શિવનાની (ઉ.વ. 49 રહે. બી 1001, નક્ષત્ર એપાર્ટમેન્ટ, સી.એન.જી સ્ટેશનની નજીક, પાલ) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે અંગ જડતીના અને જુગારના દાવના મળી કુલ રૂ. 42,600ની મત્તા, 4 નંગ મોબાઇલ ફોન અને જુગાર રમવા આવનાર બે મહિલાના મોપેડ નં. જીજે-5 એલએફ-0505 અને જીજે-5 એફએન-4464 મળી કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. 

(5:20 pm IST)