Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ધોલેરામાંથી જ્વલનશીલ પ્રવાહીના સાથથ સાથે એક શખ્સની રંગે હાથે ધરપકડ કરવામાં આવી

અમદાવાદ:ધોલેરામાં અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે ઓપરેશન હાથ ધરી કમ્પાઉન્ડમા રાખેલ પ્લાસ્ટીકના ટાંકા અને બેરલોમાં સંગ્રહ કરી રખાયેલ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડી પુછપરછ કરતા તેના કબજામાં રહેલ જ્વલનશીલ પ્રવાહી સુરેન્દ્રનગર અને અમદાવાદના બે શખ્સએ મોકલ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, ધોલેરા હાઈવે ઉપર ચાર રસ્તા નજીક આઝાદ એન્ટરપ્રાઝ નામની દુકાન ધરાવતા ધર્મેન્દ્રસિંહ રઘુવીરસિંહ ચુડાસમા (રે. દરબારગઢ ધોલેરા) ગેરકાયદેસર રીતે લાયસન્સ પરવાના વિના જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મંગાવી પોતાના આઝાદ એન્ટરપ્રાઈઝ નામનું દુકાન બહાર કમ્પાઉન્ડમાં પ્લાસ્ટીકના ટાંકા અને બેરલોમાં સંગ્રહ કરી રાખે છે જે હકીકત આધારે ગત રાત્રિના ૭ કલાકના અરસા દરમિયાન રેડ કરી તપાસ હાથ ધરતા શખસના કબજા ભોગવટાના કમ્પાઉન્ડમાં પડેલ ટાંકા અને બેરલોમાંથી જ્વલનશીલ પ્રવાહી ૯૨૫ લીટર મળી આવતા પ્રવાહી, ફ્યુઅલ પંમ્પ ઈલેક્ટ્રીક મોટર, મોબાઈલ સહિતના મુદ્દા માલ સાથે ધર્મેન્દ્રસિંહ ચુડાસમાની અટકાયત કરી તેની પુછપરછ કરતા સુરેન્દ્રનગરના આદીલ અને અમદાવાદના સમ્રાટ નામના શખ્સે જ્વલન પ્રવાહીનો જથ્થો મોકલી આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેના પગલે ધોલેરા પોલીસે આઈ.પી.સી. ૨૮૫, ૧૨૦-બી, જરૂરી ચીજવસ્તુઓનો અધીનીયમ ૩, ૭, ૧૧ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:19 pm IST)